કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી સાંજે અમદાવાદ આવશે, પરિવાર સાથે મનાવશે દિવાળી

મુખ્યમંત્રી સહિત રાજકીય આગેવાનો સાથે કરશે શુભેચ્છા મુલાકાત

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દિવાળી પોતાના પરિવાર સાથે અમદાવાદમાં ઉજવશે. આજે મોડી સાંજે તેઓ અમદાવાદ આવશે. ત્રણ દિવસ પોતાના પરિવાર સાથે દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજની ઉજવણી કરશે. નવા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજકીય આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી શકે છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી અમિત શાહ માદરે વતન આવી રહ્યાં છે. અને, રાજકીય સફરની સાથે-સાથે પોતાના પરિવારને સમય પણ આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા નવરાત્રીના બીજા નોરતે ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે નવરાત્રીની આરતીમાં ભાગ લીધો હતો. માણસામાં અમિત શાહે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા હતા અને આરતી ઉતારી હતી. અમિત શાહ દર વર્ષે નવરાત્રીના બીજા નોરતે અચૂકથી તેમના વતનમાં ઉજવાતા નવરાત્રીના ઉત્સવમાં ભાગ લે છે અને માતાજીની આરતી ઉતારે છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) નવરાત્રીના બીજા દિવસે ગુજરાતની મુલાકાત લીધી હતી. હવે 19 અને 20 ઑક્ટોબરે ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવ્યા હતા. તેમણે  20 ઓક્ટોબરે પુરા પરિવાર સાથે પૂજામાં ભાગ લીધો હતો. જેમાં અમિત શાહે 12.39 ના મુહૂર્તમાં  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો હતો.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી