કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે કાર્યક્રમ

અમિત શાહ નવરાત્રિમાં તેમના કુળદેવી બહુચર માતાના પણ લેશે આશીર્વાદ

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. લોકડાઉન અને સાત મહિના બાજ અમિત શાહ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

અમિત શાહ અગાઉ 17 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવનાર હતા. પરંતુ અચાનક તેમની તારીખોમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. 17 ઓક્ટોબરને બદલે તેઓ આજે 13 ઓક્ટોબરે ગુજરાતમાં આવવાના છે. જોકે, નવરાત્રિ 17 ઓક્ટોબરના રોજથી શરૂ થઈ રહી છે, તેથી તેઓ 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રહેશે. અમિત શાહના ગુજરાત પ્રવાસથી ભાજપના સ્થાનિક મુદ્દાઓનો ઉકેલ આવી શકે છે. તેમજ જિલ્લા પ્રમુખોની પણ નવરાત્રિ દરમિયાન જાહેરાત થઈ શકે છે તેવું સૂત્રોનું કહેવું છે. 

અમિત શાહનો આ પ્રવાસ રાજ્યમાં આઠ સીટ પર યોજાનારી પેટા ચૂંટણીને લઈ પણ સૂચક માનવામાં આવી રહ્યો છે. મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવા અંગે તેઓ કાર્યકરો, નેતાઓને માર્ગદર્શન આપી શકે છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 3 મહિના સુધી રખાઈ મુલતવી

ગુજરાતમાં કોરોના મહામારીના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. 6 મનપા, 55 પાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી નહી યોજાય. સામાન્ય ચૂંટણીની મુદ્દત નવેમ્બરમાં પુરી થઈ રહી છે.

રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે પરંતુ પંચાયતોની ચૂંટણીની કવાયત ખુબ જ મોટી બની રહે તેમ હોવાથી ચૂંટણીપંચ પણ અવઢવમાં હતું. કેટલાક દિવસોથી કોર્પોરેશન તથા પંચાયતોની ચૂંટણી મોડી થવાની અટકળો ચાલી જ રહી હતી.

આ અંગે ચૂંટણીપંચે જાહેરનામું બહાર પડ્યું છે અને જણાવ્યું છે કે આગામી ત્રણ માસ પછી કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, રાજકોટ,વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી વર્ષ 2015માં થઈ હતી જેની મુદત નવેમ્બરમાં પુરી થઈ રહી છે.

 55 ,  1