કોંગ્રેસના મેનિફેસ્ટો પર BJPના પ્રહાર, કહ્યું- એક પણ વોટના હકદાર નથી

લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ પાર્ટીએ આજે તેમનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ત્યારે કોંગ્રેસ પર BJP અધ્યક્ષ અમિત શાહ અને નાણા પ્રધાન અરુણ જેટલીએ આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ તેમના મેનિફેસ્ટોનું નામ ‘જન અવાજ’ રાખ્યું છે.

અરુણ જેટલીએ કોંગ્રેસને ટૂકડા ગેંગ સાથે સરખાવ્યું છે. જ્યારે અમિત શાહે કહ્યું છે કે, કોંગ્રેસ સેનાનું મનોબળ તોડવા માંગે છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ આજે કોગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને કહ્યું હતું કે, કોંગ્રેસે દેશદ્રોહના કાયદાને રદ્દ કરવાની વાત કરી છે.

કોંગ્રેસ ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિયમો અને કાયદાની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે. માઓવાદીઓને બચાવવા માટે CRPCમાં ફેરફારની વાત કરી રહી છે. અરુણ જેટલીએ કહ્યું કે, તેઓ તેમના મેનિફેસ્ટોમાં વાયદો કરી રહ્યા છે કે, તેઓ દેશદ્રોહના ગુનાને ખતમ કરી દેશે. તે ઉપરાંત તેમણે કહ્યું કે, તેઓ જમાનત આપવાનો નિયમ બનાવી દેશે.

કોંગ્રેસ AFSPAને કમજોર કરવાની વાતો કરી રહ્યું છે. તેમના મેનિફેસ્ટો પ્રમાણે હવે સેનાના અધિકારી પર કોઈ પણ સરકારી મંજૂરી વગર કેસ દાખલ થઈ શકશે. જેટલીએ કહ્યું કે, જો એવુ થશે તો કોઈ આતંકવાદીને પકડવામાં આવશે તો તેમનું સંગઠન ખરાબ વર્તણૂકનો આરોપ લગાવી શકશે. અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, દેશને તોડનારા આ પ્રકારના વાયદા કરનારી કોંગ્રેસ એક પણ મતની હકદાર નથી.

 46 ,  3