હવે સરકારના દાયરામાં આવશે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ, વેબસિરીઝ પણ નિયંત્રણ હેઠળ આવશે

મોદી સરકારે ફેક ન્યૂઝ પર લગામ કસવા માટે મોટું પગલું ભર્યું

‘ફેક ન્યૂઝ’ને લઈને પત્રકારોની માન્યતા સમાપ્ત કરનારા વિવાદાસ્પદ આદેશ બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યુલેટ કરવા માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. મંત્રાલયે આ માટે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે, જે મુજબ હવે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઈન કન્ટેન્ટ પ્રોવાઇડર માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે.

દેશભરમાં અનેક ન્યૂઝ પોર્ટલ્સ અને વેબ કન્ટેન્ટ નિર્માતા કંપનીઓ કામ કરે છે. એવું જોવા મળે છે કે ડિજિટલ દુનિયામાં ન્યૂઝના નામે પ્રાઈવેટ વેબસાઈટ્સ અનેક ખોટા અને ભ્રામક તથ્યો લોકો સામે રજુ કરે છે જેનાથી સમાજમાં ખોટી માહિતી પહોંચે છે અને તેનો ખોટો અને જોખમી પ્રભાવ પણ પડે છે. મોદી સરકારે ફેક ન્યૂઝ પર લગામ કસવા માટે મોટું પગલું ભર્યું છે.

હવે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ અને ઓનલાઈન કન્ટેન્ટ પ્રોગ્રામ હવે સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે. જેનું નોટિફિકેશન કેન્દ્ર સરકાર તરફથી આજે બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં ડિજિટલ કન્ટેન્ટના નિયમો માટે કોઈ કાયદો કે પછી સ્વાયત્ત સંસ્થા નથી. પ્રેસ આયોગ પ્રિન્ટ મિડિયાના નિયમન, ન્યૂઝ ચેનલો માટે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોશિએશન અને એડવર્ટાઈઝિંગના નિયમો માટે એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા છે. જ્યારે ફિલ્મો માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન છે.

કેન્દ્રની મોદી સરકારે નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કેઓનલાઈન ફિલ્મો, ઓડિયો-વિઝ્યૂઅલ્સ કાર્યક્રમો, ઓનલાઈન સમાચાર, અને કરન્ટ અફેર્સના કન્ટેન્ટન્ટને સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવવાનો આદેશ અપાયો છે.

ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યુલેટ કરવા માટે સરકારે 10 સભ્યની કમિટી બનાવી હતી. આ કમિટીમાં માહિતી અને પ્રસારણ, કાયદા, ગૃહ, આઇટી મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી અને પ્રમોશનના સચિવને સામેલ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત MyGovના ચીફ એક્ઝિક્યુટિવ અને પ્રેસ-કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન અને ઇન્ડિયન બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનના અધિકારીઓને પણ સભ્ય બનાવવામાં આવ્યા હતા. કમિટીએ ઓનલાઈન મીડિયા, ન્યૂઝ પોર્ટલ અને ઓનલાઈન કન્ટેન્ટ પ્લેટફોર્મ માટે ‘યોગ્ય નીતિ’ની ભલામણ કરવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે રજુ કર્યો હતો પોતાનો પક્ષ

ગત મહિને સુપ્રીમ કોર્ટે OTT પ્લેટફોર્મ્સ પર સ્વાયત્ત નિયમનની માગણીવાળી અરજીને લઈને કેન્દ્ર પાસે પ્રતિક્રિયા માંગી હતી. સુપ્રીમે આ અંગે કેન્દ્ર સરકાર, સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાને નોટિસ પણ મોકલી હતી. આ અરજીમાં કહેવાયું હતું કે આ પ્લેટફોર્મ્સના પગલે ફિલ્મમેકર્સ અને આર્ટિસ્ટ્સને સેન્સર બોર્ડના ડર અને સર્ટિફિકેશન વગર પોતાનું કન્ટેન્ટ રિલીઝ કરવાની તક મળી ગઈ છે.

આ બાજુ સુનાવણી વખતે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અન્ય એક કેસમાં જણાવ્યું હતું કે ઓનલાઈન માધ્યોનું નિયમન ટીવી કરતા વધુ જરૂરી છે. હવે સરકારે ઓનલાઈન માધ્યોથી ન્યૂડ કે કન્ટેન્ટ આપનારા માધ્યોને મંત્રાલયો હેઠળ લાવવાનું પગલું લીધુ છે.

સરકારે તર્ક આપતા કહ્યું હતું કે ઈલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયા માટે આ અગાઉ ગાઈડલાઈન ઉપલબ્ધ છે. જ્યારે ડિજિટલ મીડિયાની પહોંચ અનેક લોકો સુધી હોય છે. તેની અસર પણ વધુ થાય છે. અનેક અપરાધિક ઘટનાઓની તપાસમાં જાણવા મળ્યું છે કે તોફાનો અને હિંસક ઘટનાઓ પાછળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબ પોર્ટ્લ્સના ભડકાઉ કન્ટેન્ટ જવાબદાર હતા

નોંધનીય છે કે OTT પ્લેટફોર્મ પર ન્યૂઝ પોર્ટલ્સની સાથે સાથે Hotstar, Netflix અને Amazon Prime Video જેવા સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પણ આવે છે. ગત વર્ષે સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે સરકાર એવું કોઈ પગલું નહીં ભરે જેનાથી મીડિયાની સ્વતંત્રતા પર કોઈ અસર પડે. જો કે તેમણે એ પણ કહ્યું હતું કે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયાની સાથે સાથે ફિલ્મ ઉપર પણ જે પ્રકારે નિયંત્રણ છે તે જ પ્રકારનું થોડું નિયંત્રણ ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ્સ ઉપર પણ હોવું જોઈએ.

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર