September 18, 2021
September 18, 2021

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે બોલ્યા – 2024 મેં ‘ખેલા’ નહીં મોદી કા ‘મેલા’ હોગા

પીએમ મોદીનો સામનો કરવાની હિંમત નથી – આઠવલે

હાલમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીના પ્રવાસે છે. તેઓ વિવિધ પક્ષોના નેતાઓને મળી રહ્યા છે જેને લઈ રાજકારણ ગરમાયું છે. મમતા બેનર્જીનો આ દિલ્હી પ્રવાસ ભાજપ વિરોધી મોરચા માટે તમામ વિપક્ષી પાર્ટીઓને એક કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ આ મામલે જણાવ્યું કે, મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ તમામ વિપક્ષી પક્ષો એકસાથે થઈ જાય તો પણ આગામી લોકસભા ચૂંટણીમાં ‘ખેલા’ નહીં પરંતુ સત્તા માટેનો ‘મેલા’ થશે.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડયાના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલેએ જણાવ્યું કે, મમતા બેનર્જી સાથે સૌ ભેગા થશે તો પણ તેઓમાં પીએમ મોદીનો સામનો કરવાની હિંમત નથી. 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વની કોઈ તાકાત NDAની સરકાર બનતા રોકી શકશે નહીં.

તેમણે ઉમેર્યું કે. પશ્ચિમ બંગાળમાં ભાજપ 3 બેઠકો પરથી 77 બેઠકો પર પહોંચ્યું છે અને ઘણી બેઠકોમાં નજીકની હરીફાઈમાં ભાજપને નુકસાન થયું છે. ત્યાં ખેલા એટલા માટે થયું કારણ કે કોંગ્રેસ કોમ્યુનિસ્ટ પાર્ટીએ મતો કાપ્યા જ નહીં.

આ સિવાય સંસદમાં ચાલી રહેલા ડેડલોક અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશ હાલ જોઈ રહ્યો છે કે વિપક્ષ ગૃહમાં ચર્ચા કરી રહ્યું નથી અને દરરોજ હંગામો કરે છે. હું આ અંગે માનું છું કે આ માટે એક નિયમ હોવો જોઈએ કે હંગામો 3 દિવસ માટે બરાબર છે. જો સભ્યો ચોથા દિવસે બેઠક છોડે અને હંગામો કરે તો તેમને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિયમ હોવો જોઈએ. મોદી સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે.

આ ઉપરાંત આઠવલેએ જણાવ્યું કે, હું મહારાષ્ટ્રના પૂર પીડિતોને કેમ્પ લગાવીને મદદ કરવા મામલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીશ. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ. પર્વતીય વિસ્તારોના ગામોનો સર્વે કરાવવો જોઈએ.

 50 ,  1