ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રીએ બચાવ્યો મુસાફરનો જીવ

PM મોદી સહિત દરેક જણે તેમના આ સેવાકાર્યને બિરદાવી

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડે સોમવારની રાતે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં એક કો-પેસેન્જરને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો છે. ફ્લાઈટ દિલ્હીથી ટેકઓફ થયા બાદ પેસેન્જરને ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગયો. વ્યવસાયે સર્જન ડૉ. કરાડે પેશન્ટને ફ્લાઈટની ઈમર્જન્સી કિટમાંથી ઈન્જેક્શન માર્યું અને ગ્લુકોઝ પણ ચઢાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉડાણ દરમિયાન બીમાર થયેલા સહયાત્રીની મદદ કરવા બદલ કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે સદૈવ, હ્રદયથી એક ચિકિત્સક, મારા સહયોગી દ્વારા કરાયેલું શાનદાર કાર્ય. સોશિયલ મીડિયાથી લઈને દરેક જણ તેમના આ સેવાકાર્યને બિરદાવી રહ્યા છે. સમયસર કરાયેલી મદદના કારણે મુસાફરનો જીવ બચી શક્યો. ભાગવત કરાડ વ્યવસાયે એક સર્જન છે અને જુલાઈ 2021માં નાણારાજ્ય મંત્રી તરીકે મોદી કેબિનેટમાં સામેલ થયા. તેઓ મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદ છે.

અત્રે જણાવવાનું કે 15 નવેમ્બરે ઈન્ડિગો એરલાઈન્સની ઉડાણમાં સીટ 12એ પર મુસાફરી કરી રહેલા એક મુસાફરને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. તે વિમાનમાં કેન્દ્રીય નાણારાજ્યમંત્રી ડોક્ટર ભાગવત કરાડ પણ મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેમને સ્થિતિ અંગે ખબર પડી તો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કોઈ મિનિસ્ટ્રિયલ પ્રોટોકોલની ચિંતા ન કરતા ડોક્ટર કરાડે તે મુસાફરને સારવાર આપવા પહોંચી ગયા હતા.

ઈન્ડિગોની એક દિલ્હી-મુંબઈ ઉડાણ દરમિયાન મુસાફરને સમસ્યા ઉભી થઈ અને કરાડે મુસાફરને પ્રાથમિક સારવાર આપી હતી. કેન્દ્રીય નાણારાજ્ય મંત્રી કરાડના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એક રિલીઝમાં જણાવવામાં આવ્યું કે મુસાફરે બ્લડ પ્રેશરની સમસ્યાના કારણે ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ કરાડ તે મુસાફર પાસે પહોંચી ગયા અને પ્રાથમિક સારવાર આપી. નિવેદન મુજબ ડો.કરાડે મુસાફરની મદદ કરી. ઈન્ડિગોએ પણ કેન્દ્રીય મંત્રીના આ સેવાભાવને બિરદાવતા તેને પ્રેરણાદાયી ગણાવ્યું.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી