કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝિટિવ, હોમ આઇસોલેટ થયા

કેન્દ્રીય મંત્રીએ પોતાના સંપર્કમાં આવનારા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની કરી અપીલ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે બુધવારે સાંજે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રીએ પોતાના સંપર્કમાં આવનારા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને કહ્યું- આવું ક્યારેક-ક્યારેક થાય છે જ્યારે મારે કંઈ જાહેરાત કરવા માટે શબ્દો શોધવા પડે. તેથી હું તેને સાધારણ રાખુ છું. હું કોરોનાથી સંક્રમિત થઈ છું અને જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેને વિનંતી છે કે પોતાનો ટેસ્ટ જરૂર કરાવો.

બિહાર ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઘણા નેતા કોરોના પોઝિટિવ આવ્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈન, રાજીવ પ્રતાપ રૂડી જેના નેતા કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.

આપને જણાવી દઈએ કે, બિહારમાં સ્મૃતિ ઈરાની ભાજપના સ્ટાર પ્રચારક તરીકે પણ જોડાયા હતા. ચૂંટણી પ્રચારમાં તેમણે જોરદાર પ્રહારો કરતા પણ જોવા મળ્યા હતા. બિહારમાં પ્રચારની સાથે સાથે હાલમાં તેઓ ગુજરાતમાં પેટાચૂંટણીને લઈને પણ પ્રચાર કરવા આવ્યા હતા.

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર