કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે રાજીનામું ધરી દીધું

અત્યાર સુધીમાં 14 મંત્રીઓ આપી ચૂક્યા છે રાજીનામાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે કેબિનેટનું વિસ્તરણ પહેલા ઘણા કેન્દ્રીય પ્રધાનોની હકાલપટ્ટી કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર પણ રાજીનામું ધરી દીધું છે. મંત્રીમંડળમાં નવા નામો જોડાય તે પહેલા જુના નામોની વિદાઈ થઈ રહી છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ, પ્રતાપ સારંગી, બાબુલ સુપ્રિયો, દેબોશ્રી ચૌધરી, સદાનંદ ગૌડા અને સંતોષ ગંગવાર રાજીનામું આપી દીધું છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને પણ સ્વાસ્થય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રતનલાલ કટારિયાને પણ પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા છે.

મોદી સરકારની કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. દેશમાં મોદી સરકારની ફેરબદલીની યાદી તૈયાર થઈ ગઈ છે. મંત્રીમંડળમાં મોટા ફેરફાર વચ્ચે 43 ઉમેદવારોની યાદીમાં ગુજરાતમાંથી 3 નવા પ્રતિનિધીને મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જે પૈકી ગુજરાતમાંથી ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને પણ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ગુજરાતના પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા કેબિનેટ પ્રધાન બનશે આમ મોદી મંત્રીમંડળમાં ગુજરાતના 5 નેતાઓ પ્રતિનિધિત્વ કરશે. બીજી બાજુ જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના લોકોને સ્થાન મળ્યું છે.

 81 ,  1