પત્રકારો સામેનો રાજદ્રોહનો કેસ પાછો ખેંચી લેવા સંગઠનોની માંગણી

યોગી સરકારે રાજદીપ સહિત છ પત્રકારો સામે (ફેક ન્યઝ)ના મામલે કરી છે ફરિયાદ

ઇન્ડિયા ટૂડેના સિનિયર પત્રકાર રાજદીપ સરદેસાઇ સહિત 6 પત્રકારો સામે યોગી સરકારે રાજદ્રોહ સહિતના ગુનાઓને ટાંકીને કરેલી પોલીસ ફરિયાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એડિટર ગિલ્ડ ઓફ ઇન્ડિયા સહિતની કેટલીક સંસ્થાઓએ તેનો વિરોધ કર્યો છે. રાજદ્રોહનો કેસ પાછો ખેચી લેવા વિનંતી કરી છે. જ્યારે અગ્રણી અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના તંત્રી લેખમાં પત્રકારોનો જોરદાર બચાવ કરીને રાજદ્રોહ જેવી ભારેખમ કલમનો ઉપયોગ કરતા પહેલા વિચારવાની સલાહ આપી છે.

26 જાન્યુઆરીએ દિલ્હીમાં એક ટ્રેક્ટર બેરિકેટ તોડતા પલટી ખાઇ ગયું હતું. જેમાં 24 વર્ષના એક યુવાનનું મોત થયું હતું. તે વખતે એવી માહિતી બહાર આવી કે, પોલીસે કરેલા ગોળીબારથી તેણે કાબૂ ગુમાવ્યો અને ટ્રેક્ટર પલટી ખાઇ ગયું. રાજદીપ સરદેસાઇ સહિત કેટલાક પત્રકારોએ ઘટનાસ્થળેથી મળેલી મહિતીના આધારે પોતાના ટીવી મીડિયામાં આ સમાચાર વહેતા કર્યા તે પોલીસે ગોળીબાર કર્યો છે. જો કે ત્યારબાદ એવું બહાર આવ્યું કે પોલીસે કોઇ ગોળીબાર કર્યો નથી.

જેના પગલે યોગી સરકારે રાજદીપ સરદેસાઇ અને જે ટીવી મીડિયા અને વેબસાઇટ દ્વારા ગોળીબાર થયાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા તેમની સામે રાજદ્રોહની પોલીસ ફરિયાદ નોઇડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ અગાઉ સિિયર પત્રકાર વિનોદ દુઆ સામે પણ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એડિટર્સ ગિલ સંસ્થાએ આ ફરિયાદ પરત ખેંચી લેવાની માંગણી કરી છે.

 21 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર