સાલવી સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની કરાઇ અનોખી ઉજવણી, રક્તદાન કેમ્પનું કર્યું આયોજન

રક્તદાતાઓએ રકતદાન કરી દેશભક્તિને ગણતંત્ર દિન નિમિત્તે સાર્થક કરી

રક્તદાન કેમ્પમાં 50 યુનિટ રક્ત એકત્રિત થયું, મહિલાઓએ પણ રાષ્ટ્રને રક્ત સમર્પિત કર્યું

દેશભરમાં ગઇકાલે 72માં પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી થઇ. કોરોના સંક્રમણ ધ્યાને લઇ સરકારી ગાઇડ લાઇનને અનુસરીને સાદગીપૂર્ણ, ગરીમાભેર ઉજવણી કરી હતી. રાષ્ટ્રધ્વજ લહેરાવવા સાથે દેશભકિતના કાર્યક્રમો આયોજીત થયા હતા. ત્યારે અમદાવાદમાં સાલવી સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરી હતી. મેમનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરી 50 યુનિટ રક્ત રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

26 જાન્યુઆરી ગણતંત્ર ગૌરવમયી દિવસે સાલવી સમાજ ટ્રસ્ટ દ્વારા મેમનગરમાં (રામદેવજી મંદિર પ્રંગણ, ઔડા ગાર્ડન, વાળીનાથ ચોક BRTS બસ સ્ટોપ) સ્વૈછિક રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતં. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે ધ્વજ વંદન કર્યા બાદ વિધિવત રીતે શિબિરના કાયક્રમની શરૂઆત થઇ હતી.

આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં સાલવી સમાજ ટ્રસ્ટ દ્વારા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મુખ્ય કાર્યક્રતા ભગવાનભાઈ અને હરીશભાઈના હસ્તે રાષ્ટ્રીપર્વ પર રક્તદાન કરવા માટે લોકોને પોત્સાહિત કર્યા હતા. જેમાં સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ બેંકની ડોકટરની ટીમ સાથે કુલ 50 યુનિટ રક્તનું કલેક્શન કરવામાં આવ્યું. આ અવસર પર મહિલાઓ પણ જોડાઇ હતી. જેમાં 6 મહિલાએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કર્યા બાદ ટ્રસ્ટ દ્વારા પ્રશસ્ત્રીપત્ર સાથે અભિવાદન સ્વરૂપે ગિફ્ટ દરેક રક્તદાતાઓને આપવામાં આવ્યું.

રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કરી પોતાની ભીતરની દેશભક્તિને ગણતંત્ર દિન નિમિત્તે સાર્થક કરી હતી. આ રક્તદાન શિબિરમાં સાલવી સમાજ ટ્રસ્ટ દ્વારા મખ્ય કાર્યક્રતા તેમજ તેમની ટીમે ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી.

 155 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર