૨૦,૦૦૦ ત્રિરંગા અને ૮૦ કીલો ચોકલેટનુ વિતરણ કરતો રાષ્ટ્રનો અનોખો દેશ ભક્ત

સ્વાતંત્ર્ય સેનાનીઓના અને શહીદોના ફોટા મઢી ૨૦,૦૦૦ ઝંડા અને ૮૦ કીલો ચોકલેટનુ વિતરણ કરતો રાષ્ટ્રનો અનોખો દેશ ભક્ત દેહગામ શહેર જોવા મળ્યો છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા રહેતા બીમલ મુખી જે છેલ્લા ૨૪ વર્ષથી લોકોમા દેશભાવના જગાવી રાષ્ટ્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરે છે. આ યુવાનને બાળકો અને દેશ પ્રત્યે અનોખો પ્રેમ ધરાવે છે. અને દેશના શહીદોના તેમજ સ્વતંત્ર સેનાનીઓના ફોટાઓથી પોતાનુ ઘર સજ્જ કરે છે. અને દર વર્ષે ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરીના દીવસે આ યુવાન દીવાળીના તહેવાર કરતા પણ અનોખી રીતે આ પર્વની ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરે છે.

૧૫ મી ઓગસ્ટનાં બે દીવસમા રીક્ષા ઉપર સ્વાતંત્ર સેનાઓના ફોટા અને શહીદીઓના ફોટા લગાવીને ત્રિરંગાઓથી શણગારેલી રીક્ષામા દહેગામ શહેરમા ફરીને દેશ ભક્તિના ગીતો વગાડીને ત્રિરંગાઓનુ શાળાઓમા અને શહેરની ગલીએ ગલીઓમા અને ઘરે ઘરે ફરી આ વ્યક્તિ મફત ત્રિરંગા આપીને દેશ ભાવના વ્યક્ત કરે છે. ત્યાર આ યુવાનની આજે રૂબરૂ મુલાકાત લેતા ૨૦,૦૦૦ ત્રિરંગા બનાવ્યા છે અને સાથે જ ૮૦ કીલો ચોકલેટનુ પણ વીતરણ કરશે.

 109 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી