ધૂળિયા નગર અમદાવાદની અનોખી કથા…

ધૂળ જામેલા CCTV કેમેરા બન્યા અવરોધ, ગુનાઓને ઉકેલવામાં પડી રહી છે મુશ્કેલી..

અમદાવાદ સહિત શહેરોમાં ચેઈન સ્નેચિંગ, રોડ અકસ્માત, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, ઘરફોડ ચોરી કરનારાઓનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેના પગલે આવા ગુનાઓની ઝડપી તપાસ કરવા માટે રાજ્યની એજન્સીઓ દ્વારા ‘સ્માર્ટ સિટી’માં આશરે 2 હજાર સર્વેલન્સ કેમેરા લગાવવામાં આવ્યા હતા. પરંતુ બીજી બાજુ સમસ્યા એ સર્જાઈ છે કે, સીસીટીવી કેમેરા પર ધૂળની પરત જામી જતાં પોલીસને ગુનાઓના સ્પષ્ટ વિઝ્યુઅલ નથી મળતા જેના કારણે ગુનાઓનો ભેદ ઉકેલવામાં પડી રહી છે મુશ્કેલી પડી રહી છે. જો કે, અમદાવાદમાં ધૂળની સમસ્યા, કે જેને મુગલ બાદશાહ જહાંગીર દ્વારા ઐતિહાસિક રૂપથી ‘ગરદાબાદ’ કહેવામાં આવતું હતું, તે કેમેરા લેન્સને ઢાંકી રહી છે અને કાયદા તોડનારાની અસ્પષ્ટ તસવીરો આપી રહી છે.

દર અઠવાડિયે, પોલીસ આઉટ ઓફ ફોકસ કેમેરા ફિક્સ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા સમક્ષ 30 જેટલી સર્વિસ રિક્વેસ્ટ ટિકિટ મોકલે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 10માંથી 7 ફરિયાદ, કેમેરાના ગ્લાસ પર જામી ગયેલી ધૂળની પરત હતી જેના કારણે તપાસ કરવી શક્ય હતી. અન્ય સમસ્યાઓમા ઝાડની ડાળીઓ દ્વારા અવરોધ અને પક્ષીઓ દ્વારા કેમેરા પર માળો બનાવવો અથવા તેના પર બેસવાની સમસ્યાનો સમાવેશ થાય છે, જેના કારણે ઘણીવાર કેમેરાના એન્ગલ બદલાઈ જાય છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘દર અઠવાડિયે, ધૂળ લેન્સને કવર કરી લેતી હોવાથી 30થી 40 કેમેરા બ્લર વિઝ્યુઅલ આપતા હોવાના અમે સાક્ષી છીએ’. અધિકારીએ તેમ પણ કહ્યું હતું કે, ઘણા વિસ્તારોમાં એએમસી દ્વારા કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે અથવા ખાનગી કોન્ટ્રાક્ટર્સ દ્વારા થતા કામના કારણે ધૂળના ગોટેગોટા ઉડે છે અને કેમેરાના વિઝનને બ્લર કરી દે છે.

તે કહેવાની જરૂર નથી કે, ધૂળવાળા કેમેરા ગુનાની તપાસને અવરોધે છે. ઉદાહરણ તરીકે, ઘચનાના સ્પષ્ટ કેમેરા વિઝ્યુઅલ ન હોવાના કારણે એલિસ બ્રિજ પાસે અને સાબરમતી રિવરફ્રંટ પર જૂન 2019મા થયેલી બે હત્યાના કેસનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. આ વર્ષના જુલાઈ મહિનામાં, પોલીસને જમાલપુર બ્રિજ પાસેની સાબરમતીમાંથી નવજાત બાળકની તરતી લાશ મળી આવી હતી. જો કે, સીસીટીવી કેમેરામાં ઘટનાના સ્પષ્ટ વિઝ્યુઅલ ન દેખાઈ રહ્યા હોવાથી, તપાસ અટવાઈ પડી છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી