ઉંઝા APMCના ડાયરેક્ટર સંજય પટેલ સસ્પેન્ડ

જીએસટી કરચોરી કરવાના કારણે થયા સસ્પેન્ડ

જીએસટી ચોરીમાં પકડાયેલા સંજય પટેલને ઊંઝા એપીએમસીના ડિરેકટર પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  આર્યન એન્ટર પ્રાઇજ નામની પેઢી ધરાવતા હોવા છતાં ખેડૂત વિભાગમાંથી ડિરેકટર બન્યા હતા.  નિયમ મુજબ વેપારી પેઢી ધરાવતો વ્યક્તિ ખેડૂત વિભાગમાં ચૂંટણી ન લડી શકે. એવામાં સંજય ઉર્ફે શંકર પટેલ ને ડિરેકટર પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે.

સંજય પટેલના ભત્રીજા સૌમિલ પટેલે સેશ ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. સંજય પટેલને ગેરલાયક ઠેરવવા એપીએમસીના પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલે અરજી કરી હતી. ગૌરાંગ પટેલની અરજીના આધારે તપાસ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બેનામી પેઢીઓ બનાવીને સરકારને ચુનો લગાવ્યો હતો

ઊંઝામાં કરોડોની મસમોટી GST કરચોરીનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં માસ્ટરમાઇન્ડ સંજય પટેલ હોવાનું સામે આવ્યું હતું. જેમાં રૂ.365.10 કરોડના ટર્નઓવરમાં રૂ.21.41 કરોડ કરચોરી બહાર આવી છે. જે પૈકી રૂ.109.97 કરોડના ઇ-વે બિલ જનરેટ કરી રૂ.6.31 કરોડની કરચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

GST વિભાગને જીરાની કોમોડીટીમાં આર્થિક રીતે નબળા અને જરૂરીયાતમંદ લોકોના દસ્તાવેજોનો દુરૂપયોગ કરીને બોગસ પેઢીઓ ઉભી કરી આ બોગસ પેઢીઓના ઇ-વે બિલ જનરેટ કરી, ભરવાપાત્ર GST ન ભરવાની મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી હતી. જેને લઇને વિભાગ દ્વારા ઊંઝામાં અલગ અલગ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં નજીવી આવક ધરાવતા લોકો જેવા કે ડ્રાઇવર, ખેતમજુરો, ગટર સાફ સફાઇવાળા, ન્યૂઝ પેપર ડીલીવરીમેન, પાન મસાલાના ગલ્લા ચલાવનારાઓને દસ્તાવેજોનો નાણાકીય પ્રલોભન આપી દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. આવા લોકોના નામે સંખ્યાબંધ પેઢીઓ ઉભી કરીને આ પેઢીઓનો માલ સપ્લાયના બીલો ઇશ્યુ કર્યા હતા. આ સિવાય ઇ-વે બીલો ઇશ્યુ કરી, ઇ-વે બીલના આધારે માલ સપ્લાય કરી, તેના પર ભરવાપાત્ર વેરાની કરચોરી કરી હતી.

 45 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર