ઊંઝાના જમીન દલાલની ગળું કાપી હત્યા

અજાણ્યા શખ્સોએ છરીથી ગળું કાપીને જમીન દલાલની કરી હત્યા, પોલીસે હાથ ધરી તપાસ

ઊંઝાના જમીન દલાલ યુવકની અજાણ્યા શખ્સોએ છરી વડે ગળું કાપી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. વરવાડા ગામના વતની અને ઊંઝા ખાતે રહી જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા વિષ્ણુજી ગલાજી ઠાકોર 10 નવેમ્બરના દિવસે ઘરેથી કામ માટે બહાર જવાનું કહીને નીકળ્યા હતા. જ્યાં ગુરુવારે સવારે ઊંઝા બાલીસણા રોડ પર આવેલા મહાદેવજીના મંદિરના પાછળના ભાગે બાવળોની ઝાડીમાંથી વિષ્ણુજી ઠાકોરની ગળું કાપેલી તથા પીઠના ભાગે ઘા મારેલી હાલતમાં લાશ મળી આવી હતી.

જાણકારી મુજબ, ઉંઝા-બાલીસણા રોડ પર આવેલા મહાદેવજી મંદિરના પાછળના ભાગે આવેલી ઝાડીમાંથી યુવકની લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે તપાસ કરતાં લાશ ઉંઝામાં જમીન દલાલીનું કામ કરતા યુવકની હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની વિગતો એવી છે કે, ઊંઝા તાલુકાના વરવાડા ગામના વતની અને ઊંઝા ખાતે રહી જમીન દલાલનો વ્યવસાય કરતાં વિષ્ણુજી ગલાજી ઠાકોર 10 નવેમ્બરે ઘરેથી કામથી બહાર જવાનું કહીને નીકળ્યા હતા. દરમિયાન ગઈ કાલે ગુરુવારે સવારે ઊંઝા બાલીસણા રોડ પર આવેલા મહાદેવજીના મંદિરના પાછળના ભાગે ઝાડીમાંથી વિષ્ણુજી ઠાકોરની ગળું કાપેલી અને પીઠના ભાગે ઘા મારેલી હાલતમાં લાશ મળી આવી હતી.

ઘટનાની જાણ થતા બાલીસણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બાઈક નંબરને આધારે તપાસ કરી પરિજનોનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા શખ્સ સામે હત્યાને ગુનો નોંધ્યો છે.

 204 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર