ઉંઝાના MLA આશા પટેલ સતત ત્રીજા દિવસે વેન્ટિલેટર પર..

આશા પટેલ સ્થિતિ નાજૂક, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આપ્યું નિવેદન

ઊંઝાના ધારાસભ્ય આશા પટેલની સ્થિતિ નાજૂક છે. તો તેઓ આજે ત્રીજા દિવસે પણ વેન્ટિલેટર પર છે. જણાવી દઈએ કે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આશા પટેલની સારવાર ચાલી રહી છે. ગઈકાલે CM, બ્રિજેશ મેરજા, સહિત અનેક નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો બીજી તરફ ઝાયડસ હોસ્પિટલે આશા પટેલ બાબતે ચર્ચાતી અટકળોને નકારી કાઢી છે.

અહેવાલો અનુસાર ડેન્ગ્યુથી આશાબેનને મલ્ટી ઓર્ગન ફેલીયોર થયું છે. જેમાં આશાબેનના હાર્ટ, ફેફસા કિડની લીવર તેમજ કિડનીને વધુ અસર થઇ છે. જેમાં ઝાયડસ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. વી એન શાહના જણાવ્યા અનુસાર હાલ તેમને કૃત્રિમ શ્વાસોશ્વાસ પર રાખવામાં આવ્યા છે. તેમજ આશાબેનના શરીરના તમામ અંગો લાઇફ સપોર્ટ સિસ્ટમ પર ચાલી રહ્યા હોવાનું ડૉક્ટરોએ સ્વીકાર્યું હતું.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ઊંઝાના ધારાસભ્ય આશાબેનના હાલચાલ જાણ્યા હતા. ત્યારબાદ નિતિન પટેલે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સતત 24 કલાક ડાયાલિસિસ ચાલી રહ્યું છે. લીવર ઉપર પણ સોજો આવેલો છે તેમજ હૃદયના ધબકારા પણ ધીમા થયા છે. આશાબેન પટેલની કિડની ફેલ થઇ છે. તેમનું બિ.પી.ખૂબ ઓછું આવી રહ્યું છે. ડોકટરો હાલ થોભો અને રાહ જોવોની પદ્ધતિ પર કામ કરી રહ્યા છે. ઝાયડસ હોસ્પિટલના બેસ્ટ ડોક્ટરની ટીમ તેમની સારવાર માટે લાગેલી છે. તે ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી