ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની હાલત ગંભીર

ડેંગ્યુ થયા બાદ લીવર થયું ડેમેજ, હાલ વેન્ટીલેટર પર

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, દિલ્હીના પ્રવાસ બાદ તેમને ડેન્ગ્યુ થયું હતું. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી.

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરે આપેલી માહિતી મુજબ આશાબહેનનું લીવર ડેમેજ થયું હોવાથી હાલ તેમને આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

ધારાસભ્ય ડો.આશાબેન પટેલ તાજેતરમાં દિલ્હી ગયા હતા ત્યાંથી તા.7ના રોજ પરત ઊંઝા આવ્યા હતા જ્યાં તેમની તબિયત નાદુરસ્ત જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યા હતા જેમાં તેમણે ડેન્ગ્યુ હોવાનું સામે આવતા તેઓ ઊંઝાની જ હોસ્પિટલમાં બે દિવસથી સારવાર મેળવી રહ્યા હતા. આજે તેઓની તબિયત વધુ લથડતા અને ડેન્ગ્યુ બાદ લીવર ડેમેજ થયું હોવાનું તબીબી પરીક્ષણમાં સામે આવતા તેમને તત્કાલ અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં વેન્ટિલેટર ઉપર તેઓની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી