કન્ટેન્મેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી લૉકડાઉન લાગૂ રહેશે

કોઈ વ્યક્તિ કે વસ્તુના રાજ્યની અંદર કે બહાર પરિવહન માટે કોઈ પ્રતિબંધ નહીં રહે

ગૃહ મંત્રાલય દ્વારા કોરોના વાયરસને જોતા અનલૉક-5ની ગાઇડલાઇન જાહેર કરતા પોતાના 30 સપ્ટેમ્બરના આદેશોને બીજીવાર જારી કરવામાં આવ્યા છે. માહિતી આપવામાં આવી કે ગૃહ મંત્રાલયે 30 સપ્ટેમ્બરે જે દિશા-નિર્દેશ જાહેર કર્યાં હતા, તે દિશા-નિર્દેશ હવે 30 નવેમ્બર 2020 સુધી લાગૂ રહેશે. 

સરકારે હાલ અનલોકની કોઇ નવી ગાઇડલાઇન્સ નહી જાહેર કરે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરરવામાં આવેલા આદેશ મુજબ, કન્ટેનમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી પહેલાની જેમ જ કડક લોક઼ાઉન અમલી રહેશે.

આ ઉપરાંત કોઈ વ્યક્તિ કે વસ્તુના રાજ્યની અંદર કે બહાર પરિવહન માટે કોઈ પ્રતિબંધ નહીં રહે. આ રીતે આવવા જવા માટે અલગથી કોઈ મંજૂરી કે ઈ-પરમિટની જરૂર નહીં પડે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 79 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 36,469 નવા કોવિડ કેસ અને 488 લોકોના મોત થયા છે. કોરોનાથી દેશમાં કુલ મૃત્યુઆંક 1,19,502 પર પહોંચ્યો છે. દેશમાં હાલ 6,25,857 એક્ટિવ કેસ છે અને 71,01,070 લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 79,46,429 પર પહોંચી છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર