ઉન્નાવ રેપ પીડિતાના કાકી-માસીની મોતના મામલામાં BJP ધારાસભ્ય પર હત્યાનો કેસ નોંધાયો

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના રોડ અકસ્માત અંગે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ નોંધી લેવાયો છે. આ દુર્ઘટનામાં પીડિતાની કાકી અન માસીનું મોત થયું હતું. ધારાસભ્યના વિરોધમાં FIR પીડિતાના કાકાએ દાખલ કરાવી છે. પીડિતાના કાકા હાલ રાયબરેલીની ડિસ્ટ્રક્ટ જેલમાં બંધ છે.

સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ આ મુદ્દે પીડિતાને સાથે હોવા ઉપરાંત આ મુદ્દો સદનમાં પણ ઉઠાવવાની વાત કરી છે. પીડિત પરિવાર પણ આ ઘટનાને દુર્ઘટના નહી પરંતુ હત્યા કહી રહ્યો છે.

વિપક્ષી દળોએ પણ કાવત્રાની આશંકા વ્યક્ત કરતા ઘટનાની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર આરોપી છે અને સીબીઆઇ આ મુદ્દે તપાસ કરી રહી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી