September 21, 2020
September 21, 2020

વડોદરા શહેરના આટલા વિસ્તારોમાં અશાંતધારો લાગુ..!

વડોદરાના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અશાંતધારો અમલી..

રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. વડોદરા શહેરના બાપોદ, વારસીયા, કારેલીબાગ તેમજ હરણી પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં અશાંતધારા લાગુ કરવામાં આવ્યો છે. હવે વિસ્તારને પણ અશાંતધારા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવીએ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના બાપોદ, વારસીયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલી છે.

આ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વધારો કરવાનો તથા હરણી પોલીસ સ્ટેશન હેઠળના તમામ વિસ્તારોમાં અશાંત ધારો  લાગુ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

 100 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર