હિંદુઓનું ધર્માંતરણ કરવાના મોટા કાવતરાનો ખુલાસો

યુપી ATSએ દિલ્હીથી બે લોકોની કરી ધરપકડ, ISIના ફંડિંગના મળ્યા પાક્કા પુરાવા

ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તનના એક મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. યુપી એટીએસએ દિલ્હીના જામિયા નગરમાં રહેતા બે લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા લોકો આ ષડયંત્રમાં સામેલ હતા. યુપી એટીએસને ધર્મપરિવર્તનના ષડયંત્ર પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ફંડિંગના પાકા પુરાવા મળ્યા છે.

પોલીસના કહેવા મુજબ બેરોજગાર, ગરીબ પરિવાર અને મૂક બધિર લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. લોકોને લાલચ આપીને જબરદસ્તીથી તેમનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું. ધર્મ પરિવ્રર્તન માટે આઈએસઆઈના ફંડિંગનો મામલો પણ સામે આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે ધર્મ પરિવર્તન બાદ મહિલાઓના લગ્ન પણ કરાવાયા છે. આ કામ માટે એક ટોળકી કામ કરતી હતી. આ લોકોનું રેકેટ અન્ય રાજ્યોમાં પણ સક્રિય હોવાની વાત સામે આવી છે. યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું, છેલ્લા એક વર્ષમાં 350 લોકોનું ધર્માંતરણ કરાવાયું છે. નોઇડાની એક મૂકબધિર સ્કૂલના 18 બાળકોનું પણ ધર્માંતરણ કરાવાયું છે. અત્યાર સુધીમાં એક હજારથી વધારે લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી ચુક્યું છે. આ સમગ્ર રેકેટ બે વર્ષથી ચાલતું હતું. આ મામલે વિદેશી ફંડોના પુરાવા પણ મળ્યા છે. તેમણે કહ્યું કે, લોકોને ડરાવી-ધમકાવી અને લાલચ આપી ધર્માતરણ કરાવવામાં આવતું હતું.

 51 ,  1