યુપી બાર કાઉન્સિલની પ્રથમ મહિલા અધ્યક્ષની હત્યા, જોડીદાર વકીલે મારી ગોળી

ઉત્તરપ્રદેશના આગ્રામાં યુપી બાર કાઉન્સિલની અધ્યક્ષ દરવેશ યાદવની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બુધવારે સ્વાગત સમારોહમાં ધોળા દિવસે અધ્યક્ષને ગોળી મારી દેવામાં આવી ગતી. ગોળી મારવાવાળો આરોપી પણ વકીલ જ છે, જેણે પોતાને પણ ગોળી મારી લીધી હતી. આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

હુમલો કરનાર વકીલ મનીષ બાબૂ શર્માએ પોતાને પણ બાદમાં ગોળી મારી હતી. તેને હોસ્પિટલમાં હાલ દાખલ કરવામાં આવ્યો છે, જયાં તેની સ્થિતિ ગંભીર છે. જોકે હત્યાનું કારણ હજી જાણી શકાયું નથી. દરવેશ બાર કાઉન્સિલના 24 સભ્યોમાં એક માત્ર મહિલા હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર આરોપી મનિષે બાર કાઉન્સિલ અધ્યક્ષને ત્રણ ગોળીઓ મારી હતી. જે તેના માથા અને પેટમાં વાગી હતી. દરવેશ યાદવનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. દરવેશને ગોળી માર્યા બાદ આરોપી મનિષે લમણે બંદૂક રાખી પોતાને પણ ગોળી મારી દીધી હતી. જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બુધવારે દીવાની પરિસરમાં દરવેશના સ્વાગતનો કાર્યક્રમ હતો. કાર્યક્રમ બાદ તે વરિષ્ઠ વકીલ કુમાર મિશ્રાની ચેમ્બરમાં બેઠી હતી. આ ઘટનાને આંખે જોનાર એડવોકેટ મનીષ બાબૂ શર્મા તે સમયે દરવેશની પાસે પહોંચ્યો અને તેની લાઈસન્સ પિસ્તોલથી એક બાદ એક ત્રણ રાઉન્ડ ફાયર કર્યા. બાદમાં શર્માએ પોતાને પણ ગોળી મારી લીધી. દરવેશને ગંભીર હાલતમાં પુષ્પાંજલિ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો. જયાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર