UP Election 2022 : દૂર હુયે ગિલે-શિકવે..! અખિલેશ અને શિવપાલ વચ્ચે ગઠબંધનની વાત પાક્કી

ચૂંટણી પહેલા ગઠબંધનની કવાયત શરૂ

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સપા પ્રમુખ અખિલેશ યાદવ ગુરુવારે પ્રસપા પ્રમુખ અને તેમના કાકા શિવપાલ યાદવને મળ્યા હતા. આ દરમિયાન યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ છે. અખિલેશ યાદવે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

મુલાકાતનો ફોટો શેર કરતા અખિલેશ યાદવે લખ્યું કે, PSPના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુલાકાત કરી અને ગઠબંધનનો નિર્ણય લેવામાં આવ્યો.

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ ગઠબંધનના સાથીઓ શોધવાની દિશામાં કામ શરુ કરી દીધું છે અને તેને પહેલી સફળતા પણ હાથ લાગી છે. યુપી વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની તાકાત વધારવા તથા ભાજપને ટક્કર આપવા અખિલેશ યાદવે તેમના કાકા શિવપાલ યાદવની પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટી અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે પોતાના કાકા શિવપાલ યાદવને મળ્યા બાદ આ જાણકારી આપી છે. અખિલેશ તેને મળવા કાકાના ઘરે પહોંચી ગયા હતા.

અખિલેશે ટ્વીટર પર લખ્યું, “પ્રસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જી સાથે મુલાકાત કરી અને ગઠબંધનનો નિર્ણય લેવામાં આવ્યો. પ્રાદેશિક પક્ષોને સાથે લેવાની નીતિ સપાને સતત મજબૂત કરી રહી છે અને સપા અને અન્ય સહયોગીઓને ઐતિહાસિક જીત તરફ લઈ જઈ રહી છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી