લખીમપુર હિંસા: જ્યારે પ્રિયંકા ગાંધીએ બતાવી ‘સફાઇગીરી’ – રોક નહિ પાઓગે

પ્રિયંકા ગાંધી ડિટેન્શન રૂમની સફાઈ કરતાં જોવા મળ્યા

યુપીના લખીમપુરમાં ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે થયેલી અથડામણ બાદ હિંસક ઘટનામાં આઠ લોકોના મોતને કારણે રાજ્યભરમાં હંગામો ચાલુ છે. કૃષિ કાયદા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના નિવેદનનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે રવિવારે હિંસક મુકાબલો થયો. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા.

આ દરમિયાન કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી લખીમપુર પહોંચી ગયા છે. આ સિવાય ખેડૂત નેતા રાકેશ ટીકાઈત પણ લખીમપુર પહોંચ્યા છે. આ ઘટનાના વિરોધમાં ખેડૂતોએ દેશભરમાં દેખાવો કરવાની જાહેરાત કરી છે.લખીમપુરની ઘટનાને જોતા વહીવટીતંત્રે આગામી આદેશ સુધી શાહજહાંપુર જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. 

યુપીના લખીમપુર ખીરીમાં ભડકેલી હિંસાના પીડિતોને મળવા પહોંચેલી પ્રિયંકા ગાંધી વાડ્રાની પોલીસે અટકાયત કરી છે. પ્રિયંકા લખીમપુર પહોંચ્યા હતા, પરંતુ તેમની હરગાંવમાં જ પોલીસે અટકાયત કરી હતી અને પીડિતોને મળવા દીધા નહોતા. તેમને સીતાપુરમાં પોલીસ લાઈનમાં રાખવામાં આવ્યા છે. તેમને જે રૂમમાં રાખવામાં આવ્યા છે તેઓ સાવરણી વડે રૂમની સફાઈ કરતાં પણ જોવા મળ્યા હતા.

પ્રિયંકા ગાંધીને પોલીસે જે ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે, ત્યાંથી તેમનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા રૂમમાં સાવરણી વડે સફાઇ કરતાં નજરે પડે છે. લગભગ ૪૫ સેકન્ડના આ વીડિયોમાં જોવા મળે છે કે રૂમ આખો ખાલી છે અને પ્રિયંકા ઝાડૂ લગાવી રહ્યાં છે. પ્રિયંકાને પીએસીની ૨૨મી બટાલિયનના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે. 

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી