દેવબંધમાં માયાવતાની ગર્જના, મહાગઠબંધન આવશે-ભાજપ જાશે

યુપીના દેવબંધમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી અને આરએલડી પ્રમુખ ચૌધરી અજીત સિંહ એક સાથે એક મંચ પર જોવા મળ્યાં હતા. સપા, બસપા અને આરએલડીની પ્રથમ જાહેરસભામાં બસપા સુપ્રીમો માયાવતીએ સંબોધનની શરૂઆત કરતાં કેન્દ્રની મોદી સરકાર તેમજ EVM પર સવાલો ઉઠાવ્યાં હતા.

તેમણે કહ્યું હતું કે, જો ઈવીએમમાં ગડબડી નહીં થાય તો ગઠબંધન જ જીતશે. મોદીએ અચ્છે દિનનો વાયદો કરીને લોકોને ગુમરાહ કર્યા અને સરકારી ખજાનો લૂંટાવી દીધો. બસપા સુપ્રિમોએ કહ્યું હતું કે, કોઈપણ તૈયારી વગર નોટબંધી કરી અને જીએસટી લાગુ કરવાથી બેરોજગારીને પ્રોત્સાહન મળ્યું. ભાજપના શાસનમાં અનામત વ્યવસ્થા નબળી પડી છે

તેમણે કહ્યું, ભાજપ ઉદ્યોગપતિઓને વધુ ધનવાન બનાવવામાં લાગ્યો છે. મહાગઠબંધન આવી રહ્યું છે, ભાજપ જાશે.’

 90 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી