ઉપસરપંચ હત્યા: પરિવારની આત્મવિલોપનની ચીમકી, મૃતદેહને CM ઓફિસ લઈ જઈશું

બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકી પૂર્ણ હત્યા કરાઈ છે. જેમાં ઉપસરપંચની હત્યાના ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત પણ કરી લીધી છે.

હત્યા બાદ તેમના પરિવારે હજી સુધી તેમનો મૃતદેહ સ્વીકાર્યો નથી. તેમજ તેમની પત્નીએ પતિના મૃતદેહ સાથે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. બપોર સુધી માત્ર ત્રણ આરોપી જ પકડાતા મૃતક ઉપસરપંચ મનજી સોલંકીનો પરિવાર હજી પણ પોતાની માંગણીઓ પર અડગ છે. તો બીજી તરફ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે જિલ્લા પોલીસ વડાને તાકિદે તપાસ કરી રિપોર્ટ આપવા માટે સૂચન આવ્યું છે.

મૃતક મનજીભાઇનાં પુત્ર તુષારે ચીમકી ઉચ્ચરતા કહ્યું છે કે, ‘અમને સરકારી સહાય નહીં પરંતુ ન્યાય જોઇએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.’ મૃતકનાં પરિવારે તેમની માંગણીઓ લખીને એક પત્ર સરકારને પણ આપ્યો છે. મનજીભાઇનાં પુત્ર તુષારે કડક શબ્દોમાં કહ્યું છે કે, ‘અમને સરકારની કોઇ સહાય નથી જોઇતી, અમને ભીખ જોઇતી નથી પરંતુ અમને લેખિતમાં બાંહેધરી જોઇએ છે. તમામ આરોપીને ઝડપી પકડી પાડે પછી જ હું આગળ કંઇક વિચારીશ.’ ઉપસરપંચની પત્નીએ પણ પતિના મૃતદેહ સાથે આત્મવિલોપનની ચીમકી આપી છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી