ઉત્તર પ્રદેશ: જમીન વિવાદમાં લોહિયાળ જંગ, 9ના મોત, 25થી વધુ લોકો ઘાયલ

ઉતર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઉભભા ગામમાં સામાન્ય જમીન વિવાદ બાદ ગ્રામ પ્રધાન અને લોકો વચ્ચે થયેલા ઝઘડામાં એક જ પક્ષના 9 લોકોની હત્યા કરવામાં આવી છે. પ્રધાન પક્ષના લોકોએ લોકો પર ફાયરિંગ શરૂ કરી, જેના કારણે લગભગ 25 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે મૃતકોની સંખ્યા વધે તેવી શકયતા છે.

ધોરાવલના મૂતિયાં ગ્રામ પંચાયતમાં વિવાદ બાદ ખૂબ મારા-મારી થઈ હતી અને તેમાં ડંડાથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિવાદમાં 6 પુરુષ અને 3 મહિલાઓના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ વિવાદમાં પડેલી જમીન માટે લાંબા સમયથી બંને પક્ષો વચ્ચે ઝધડો ચાલતો હતો.

વિવાદની શરૂઆત 2017માં થઈ હતી, જ્યારે ઘોરાવલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉભભા ગામના સરપંચે 90 વિઘા જમીન ખરીદી હતી. એ સમયે સરપંચનો વિરોધી એક પક્ષ આ જમીન પર પોતાનો કબ્જો હોવાનો દાવો કરતો હતો. જેના કારણે જમીન ખરીદી લીધા પછી પણ સરપંચ તેનો કબ્જો લઈ શક્યા ન હતા. આ દરમિયાન તેમાં નવો વળાંક આવ્યો.

સોનભદ્ર નરંસહાર પર ડીજીપીએ જણાવ્યું કે આ જમીન વિવાદ પહેલેથી ચાલી રહ્યો હતો. આ પહેલા બિહાર કેડરના એક આઈએએસ અધિકારીએ આ જમીન ખરીદી હતી, જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. આ મામલામાં અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગામમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. બંને ગ્રામ પ્રધાનોએ ફાયરિંગ કરાવી હોવાનું કહેવાઈ રહ્યું છે. ગ્રામ પ્રધાનના ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે.

એસપી સોનભદ્રની સાથે સ્થાનિક ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આ કેસમાં પોલિસે બે લોકોની ધરપકડ કરી છે. ધોરાવલ કોતવાલી ક્ષેત્રના ઉભભા ગામમાં ભારે સંખ્યામાં પોલિસ દળ છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં જિલ્લા હોસ્પિટલમાં 4 મહિલાઓ સહિત 9 લોકોના શબને રવાના કરવામાં આવ્યા છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી