UP : રાજકીય દુશ્મનાવટ ભૂલીને કાકા-ભત્રીજા એક થયા

કાકા શિવપાલની પાર્ટી સાથે ગઠબંધન કરી એકસાથે લડશે ચૂંટણી

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે, રાજ્યમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં તે પોતાના કાકા શિવપાલની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી સાથે મળીને કરાર કરશે અને મળીને ચૂંટણી લડશે. હકીકતમાં જોઈએ તો, દિવાળી પર કાકા શિવપાલ યાદવ માટે મોટી ભેટ સમાન છે. કારણ કે, શિવપાલ સિંહ એસપી સાથે ગઠબંધન કરશે તેવી વાત કેટલાય સમયથી વહેતી થઈ છે. ત્યારે આજે અખિલેશે કહ્યુ કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં એસપી કાકાની પાર્ટી તથા તમામ નાના નાના પક્ષ મળીને ચૂંટણીમાં ઝંપલાવશે.

પરંતુ આજે અખિલેશે કહ્યું છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં સપા કાકાની પાર્ટી પ્રગતિશીલ સમાજ પાર્ટી અને અન્ય તમામ નાના અને પ્રાદેશિક પક્ષો સાથે ચૂંટણી ગઠબંધન કરશે. જોકે અગાઉ એવું માનવામાં આવતું હતું કે 22 નવેમ્બરે મુલાયમ સિંહના જન્મદિવસ પહેલા અખિલેશ યાદવ કાકા સાથે ચૂંટણી ગઠબંધનની જાહેરાત કરી શકે છે. પરંતુ તેણે અગાઉ જાહેરાત કરીને કાકાને દિવાળીની ભેટ આપી છે.

તેમજ કહ્યું કે તે કાકાને સંપૂર્ણ સન્માન આપશે. વાસ્તવમાં અખિલેશ યાદવ રાજ્યમાં ચૂંટણી ગઠબંધનને લઈને પોતાના ગઠબંધનમાં તમામ નાની પાર્ટીઓને સામેલ કરી રહ્યા છે. જ્યારે શિવપાલ સપા સાથે ગઠબંધનને લઈને સતત નિવેદનો આપી રહ્યા હતા. તાજેતરમાં, તેણે કહ્યું હતું કે તેણે તેના તરફથી તમામ પ્રયાસો કર્યા છે. હવે એ બાજુથી જવાબ આવવાનો છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી