ઉન્નાવ કાંડ : એકતરફી પ્રેમીએ સગીરાઓને કીટનાશક ભેળવેલું પાણી પીવડાવ્યું

સગીરાએ પ્રેમનો ઈનકાર કરતા યુવકે ભર્યું ખોફનાક પગલું

ઉત્તર પ્રદેશના ઉન્નાવના અસોહા વિસ્તારમાં બે કિશોરીઓની સંદિગ્ધ હાલતમાં થયેલા મોતના મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. શુક્રવારે પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસે જણાવ્યુ હતું કે, વિનય અને તેમના સગીર સાથીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને કિશોરીઓને નમકીન ખવડાવ્યા બાદ પાણીમાં કિટનાશક દવા ભેળવી દીધી હતી. પોલીસે અહીં એકતરફી પ્રેમની વાત પણ સ્વિકારી છે. જ્યારે એક કિશોરીની સારવાર કાનપુરની હોસ્પિટલમાં ચાલી રહી છે. હોસ્પિટલ તરફથી કહેવાયુ છે કે, કિશોરીની હાલત સ્થિર છે. સારવારની અસર દેખાઈ રહી છે. અમે ધીમે ધીમે તેનું વેન્ટીલેન્ટર નિકાળવાની કોશિશ કરીશું. આશા છે કે, તે જલ્દીથી સાજી થઈ જશે.

લખનૌ રેન્જના આઇજી લક્ષમીસિંહે મોટો ખુલાસો કરતા કહ્યું કે, આ હત્યાના સાચા કારણોની જાણ થઇ ગઇ છે. ધરપકડ કરાયેલા બે શખ્સોમાંથી એકનું નામ વિનય છે. આરોપી વિનયની એક યુવતી સાથે મિત્રતા હતી. વિનયે પૂછપરછમાં જણાવ્યું કે તે એક યુવતી સાથે પ્રેમ કરતો હતો. તે યુવતીનો મોબાઇલ નંબર માંગ્યો હતો. પરંતુ તેણે ફોન નંબર આપવાની ના પાડી દીધી હતી. વિનય આ વાતને લઇને ખુબ જ નારાજ થઇ ગયો હતો. જ્યાર બાદ તેમણે તમામ યુવતીઓને પાણીમાં કીટનાશક ભેળવીને પિવડાવ્યુ હતું. ફૉરેન્સિક ટીમને ઘટના સ્થળે કીટનાશકની બોટલ મળી હતી. બીજો આરોપી વિનયનો મિત્ર છે. જેમણે સમગ્ર ઘટનાક્રમમાં તેની મદદ કરી હતી. તે સગીર છે. લખનૌ રેન્જના આઈજી લક્ષમીસિંહ, ઉન્નાવના એસપી આનંદ કુલકર્ણી, ડીએમ ઉન્નાવ રવિન્દ્ર કુમારે મીડિયા સાથે વાતચીત કરતા આ મહત્વપૂર્ણ વાત કરી છે.

જણાવી દઈએ, ઉન્નાવના અસોહા પોલીસ સ્ટેશન વિસ્તારના પાઠકપુરના મજરે બબુરહામાં આ બુધવારે બપોરે 3 વાગ્યે અંદાજિત કાકી અને ભત્રીજી ખેતરમાં પશુઓ માટે ઘાસચારો લેવા ગઇ હતી, પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરી. સાંજે પરિવારજનો યુવતીને શોધવા માટે નિકળ્યા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ખેતરમાં ત્રણ યુવતીઓ કપડામાં બંધાયેલી મૃત્યુ પામેલી હાલતમાં મળી હતી. જ્યારે તેમને હોસ્પિટલ લઇ જવાયા તો બન્ને મૃત નિકળી, જ્યારે ત્રીજીની હાલત ગંભીર હતી.

કાનપુરના રીજેન્સી હોસ્પિટલમાં દાખલ પીડિતાને લઇને આજે શુક્રવાર સવારે એક મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું. હોસ્પિટલના પીઆરઓ પરમજીત સિંહનું કહેવું છે કે, યુવતીના શરીરમાં અત્યાર સુધીમાં કોઇ હલચલ નથી થઇ રહી, પરંતુ અમે જે સારવાર કરી રહ્યા છીએ, તેની સકારાત્મક અસર થઇ રહી છે. તેઓ હાથ પગ હલાવી રહી છે. અમે આશા કરી રહ્યા છીએ કે ધીરે-ધીરે યુવતીને વેન્ટિલેટર સપોર્ટથી હટાવવા તરફ વધી રહી છે. 24 કલાકમાં રિસ્પોન્સ સામે આવશે.
 

 44 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર