રાયબરેલીમાં બોલ્યા સોનિયા, કહ્યુ-‘મોદી અજેય નથી 2004નાં પરિણામો યાદ કરો’

યૂપીએ અધ્યક્ષ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠકથી ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા.

ઉમેદવારી નોંધાવ્યાં બાદ પત્રકારો સાશે વાતચિત કરતા સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે 2014 લોકસભા ચૂટણીના પરિણામોને યાદ કરતા કહ્યુ હતું કે, ‘કોઇ અજય નથી’ તેમણે કહ્યું કે વાજપેયી પણ અજેય હતાં પરંતુ અમે જીત્યાં હતાં.’

તમને જણાવી દઇએ, સોનિયા ગાંધી રાયબરેલી બેઠકથી ચાર વાર સાંસદ રહી ચૂક્યા છે. ઉમેદવારી નોંધાવતા પહેલા સોનિયા ગાંધીએ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન પણ કર્યું. તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપરાંત રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યાં હતાં.

રાયબરેલી બેઠક ગાંધી પરિવારનો મજબુત ગઢ ગણાય છે અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની કર્મભૂમિ ગણાય છે.

 31 ,  3