લોકસભા: સપા નેતા આઝમ ખાનનું આપત્તિજનક નિવેદન, સ્પીકરે કહ્યું- માફી માંગો

લોકસભામાં આઝમ ખાનના સ્પીકરની ચેર પર બિરાજમાન ભાજપના નેતા રમા દેવી વિરુદ્ધ આપત્તિજનક ભાષાના ઉપયોગ પર હોબાળો મચી ગયો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આઝમ ખાને મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ. આ વાત કરવાની યોગ્ય રીત નથી. રમા દેવીએ પણ આઝમ ખાનના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી.

લોકસભામાં પ્રોક્સી સ્પિકર તરીકે રમા દેવી થોડો સમય બેઠા હતા. આ દરમિયાન આઝમ ખાન ટ્રિપલ તલાક ઉપર બોલવા માટે ઊભા થયા હતા. આ દરમિયાન આ સમગ્ર વિવાદ થયો હતો.

રમા દેવી : તમે એ બાજુ ન જુઓ આ બાજુ જુઓ.

આઝમ ખાન : હું તો તમને એટલા જોવા માંગુ છું કે તમે ખુદ કહો કે નજર હટાવી લો.

રમા દેવી : નહીં, નહીં નજર ના હટાવો મારી તરફ જોઈને બોલો.

આઝમ ખાન : મને તમે એટલા પ્યારા લાગો છો કે હું તમારી આંખોમાં જોયા જ કરું, એવું મારું મન કહે છે.

રમા દેવી : હું નાની બહેન છું એટલા માટે.

આઝમ ખાન : હું ક્યારેય તમારા ઉપરથી નજર ન હટાવુ.

રમા દેવી : જી ધન્યવાદ.

આઝમ ખાન: તમે એટલી સારી જગ્યાએ બેઠા છો.

રમાદેવી : ધન્યવાદ.

રમાદેવી : આ બોલવાની રીત નથી. રેકોર્ડમાંથી આ વાતને કાઢી નાખો.

આઝમ ખાન : તમે મારા માટે સન્માનનીય છો, મારી બહેન જેવા છો. કેમ આવી વાત કરો છો.

ગૃહમાં ખુબ વિરોધ થતા રમા દેવીએ તેમને માફી માગવાની વાત કરી.

વાત જાણે એમ હતી કે આઝમ ખાન સદનમાં બોલી રહ્યાં હતાં ત્યારે તેમણે એક શેર સંભળાવ્યો. તુ ઈધર ઉધર કી બાત ન કર, યે બતા કે કાફલા ક્યો લૂંટા? જેના પર સ્પીકરની ચેર પર બિરાજમાન રમા દેવીએ કહ્યું કે તમે પણ આમ જોઈને વાત કરો.

જેના પર આઝમ ખાને આ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. સ્પીકર રમા દેવીએ આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે હું તમારી નાની બહેન જેવી છું. આ બોલવાની યોગ્ય રીત નથી. આઝમ ખાને કહ્યું કે તમે ખુબ પ્યારા છો. મારી પ્યારી બહેન છો તમે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી