September 21, 2020
September 21, 2020

UPSC સિવિલ સર્વિસિ – 2019નું પરિણામ જાહેર, પ્રદીપ સિંહે કર્યું ટોપ

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર, પ્રદીપ સિંહે કર્યું ટોપ, બીજા સ્થાન પર જતિન કિશોર

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસિસ પરીક્ષા -2019નું પરિણામ જાહેર થયું છે. પ્રદીપ સિંહે યુપીએસસી સિવિલ સર્વિસિસ (મેન્સ) ની પરીક્ષા 2019માં ટોપનું સ્થાન મેળવ્યું છે. બીજા સ્થાને જતીન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા છે.

કુલ 829 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે જેમાં 304 જનરલ કેટેગરીથી જ્યારે 78 EWS, 251 OBC, 129 SC અને 67 ST કેટેગરીના છે. પરીક્ષાર્થીઓના માર્ક્સની જાહેરાત 15 દિવસ બાદ કરવામાં આવશે. 

 UPSCની મુખ્ય પરીક્ષામાં કુલ 2304 ઉમેદાવરો સફળ થયા હતા અને તે બાદ ફેબ્રુઆરી મહિનામાં તે બધાનું ઇન્ટરવ્યુ શરુ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસના કારણે ઈન્ટરવ્યુ ટાળવા પડ્યા જેના કારણે જુલાઈ મહિનામાં બાકી ઇન્ટરવ્યુ આયોજિત કરવામાં આવ્યા. આટલું જ નહીં વિમાનથી ઉમેદવારોનો આવવા-જવાનો ખર્ચ પણ ઉઠાવવામાં આવ્યો હતો. 

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર