September 18, 2021
September 18, 2021

ઉર્ફી જાવેદની ‘બોલ્ડ’ તસ્વીર વાયરલ, જુઓ PHOTOS

ફેન્સ ઉર્ફી જાવેદના કાતિલાના અંદાજની કરી રહ્યા છે પ્રશંસા

બિગ બોસ ઓટીટી(Bigg Boss)નો હિસ્સો રહી ચૂકેલી કન્ટેસ્ટેન્ટ ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મોટા રીયાલિટી શોમાં વધુ ના ટકી શકી હોય પરંતુ જ્યાં સુધી તે ઘરની અંદર રહી ફેન્સનો ખૂબ જ પ્યાર મળ્યો છે. ઉર્ફી બિગ બોસના ઘરમાંથી બહાર આવી ત્યારથી જ સોશિયલ મીડિયા પર સક્રિય છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસોમાં તેણે પોતાની ઘણી સુપર બોલ્ડ ફોટો શેર કરી છે.

આ તસવીરોને કારણે ઉર્ફીને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી છે અને હવે અભિનેત્રીની કેટલીક નવી તસવીરો સામે આવવાને પગલે ચર્ચામાં આવી છે.

ઉર્ફી જાવેદ તેની તાજેતરની તસવીરોમાં લાલ રંગની ધોતી ટાઈપ સ્કર્ટ અને સુંદર પ્રિન્ટેડ ક્રોપ ટ્યુબ ટોપમાં જોવા મળી રહી છે. આ આઉટફિટમાં ઉર્ફી જાવેદની તસવીરો વાયરલ થઈ રહી છે.

ઉર્ફી જાવેદ ફોટામાં પોતાનું ટ્યુબ ટોપ એડજસ્ટ કરતી અને પોતાની સ્ટાઇલ બતાવતી જોવા મળે છે. ઉર્ફી જાવેદે આ તસવીરોના કેપ્શનમાં તે વસ્તુ લખી છે જેનાથી કદાચ બધી છોકરીઓ સહમત થશે.અભિનેત્રીએ તસવીરોના કેપ્શનમાં લખ્યું, ‘ટ્યુબ ટોપ પહેરીને મોટાભાગની છોકરીઓ શું કરે છે? તે હંમેશા તેને વ્યવસ્થિત કરતી રહે છે. તમને જણાવી દઈએ કે આ સમસ્યાનો સામનો ટ્યુબ ટોપ પહેરનારી મોટાભાગની છોકરીઓ કરે છે.

ઉર્ફી જાવેદની તસવીરો પર ચાહકોની કમેન્ટ્સ વિશે વાત કરીએ તો, ઘણા લોકોએ ઉર્ફી જાવેદના કાતિલાના અંદાજની પ્રશંસા કરી છે. જોકે કેટલાક લોકોએ તેને આવા ફોટા પોસ્ટ કરવા બદલ ટ્રોલ પણ કર્યા છે.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ આ પહેલા પણ બિકીનીમાં પોતાની ઘણી તસવીરો શેર કરતી રહી છે અને આ તસવીરો પર ફેન્સની જોરદાર પ્રતિક્રિયા રહી છે. ઉર્ફી બિકીની ફોટામાં પોતાનું ટેટૂ બતાવતી જોવા મળી હતી.

 137 ,  1