વીમા કંપનીઓ સામે તાકીદે પગલા ભરવા નાણામંત્રીની તાકીદ

કેશલેશ કલેમ શા માટે કરે છે વીમા કંપનીઓ- નિર્મલાનો સવાલ..

નાણાંમંત્રી નિર્મલા સીતારામને વીમા કંપનીઓ પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથરાઈઝેશન (IRDAI)ના ચેરમેન એસ સી ખુંટિયાને વીમા કંપનીઓ ‘કેશલેસ’ ક્લેમ રદ્દ કરી રહી છે.. તેવી ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.

નાણાંમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘વીમા કંપનીઓએ 8,642 કરોડ રૂપિયાના કોવિડ સાથે સંકળાયેલા 9 લાખથી વધારે ક્લેમનો નિકાલ કર્યો છે. પરંતુ કેટલીક હોસ્પિટલ કેશલેસ વીમા માટેના પાડી રહી હોવાના રિપોર્ટ મળ્યા છે. IRDAIના ચેરમેન એસ સી ખુંટિયા સાથે વાત કરીને આ મામલે તરત પગલા ભરવા કહ્યું છે.’

ઉલ્લેખનીય છે કે, માર્ચ 2020માં કોવિડને વ્યાપક સ્વાસ્થ્ય વીમામાં સામેલ કરવામાં આવેલ. નાણાં મંત્રીએ કહ્યું કે, નિયમ પ્રમાણે કેશલેસ સુવિધા નેટવર્ક હોસ્પિટલોની સાથે સાથે કામચલાઉ હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ છે. IRDAIએ વીમા કંપનીઓને પ્રાથમિકતાના આધારે કોવિડના દાવાને સેટલ કરવા કહ્યું છે.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર