છમ્મા છમ્મા ગર્લે કહ્યું, PM પ્રજાને બેવકૂફ બનાવે છે

કોંગ્રેસમાં સામેલ થયા બાદ બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે મુંબઇ પહોંચીને પોતાનું ચૂંટણી અભિયાનનો આરંભ કરી દીધો છે. રાજનીતિમાં સામેલ થયા બાદ ઉર્મિલાએ ખુલ્લીને મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. આ દરમિયાન ઉર્મિલાએ પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે પીએમ મોદી પાંચ વર્ષથી મનમાની કરી રહ્યા છે અને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે.

ઉર્મિલાએ કહ્યું કે પીએમ મોદી ક્યારેય પણ પત્રકાર પરિષદ યોજતા નથી. કારણ કે તેમને સવાલોથી ડર લાગે છે. તેઓ મીડિયા સામે આવવાથી ગભરાય છે. ઉર્મિલાએ વધુમાં કહ્યું કે હું અભિનેત્રી હોવાની સાથે આ દેશની એક જાગરૂક નાગરીક પણ છું.

સાથે જ ઉર્મિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને વડાપ્રધાનની નીતિએ બોલિવૂડને પણ બે ભાગમાં વહેચી દીધુ છે.

 102 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી