અભિનેત્રી ઉર્મિલા માતોંડકર મુંબઈ ઉત્તર સીટથી લોકસભા ચૂંટણી લડશે !

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર મુંબઇ ઉત્તર સીટથી લોકસભા ચૂંટણી લડશે. ઉર્મિલા બે દિવસ પહેલા જ કોંગ્રેસમાં સામેલ થઇ છે. ત્યારબાદથી તેમને મુંબઇ ઉત્તર સીટથી ટિકિટ આપવાની ચર્ચા હતા. આ સીટ પરથી કોંગ્રેસમાં પહેલા જ સામેલ બિગ-બોસ ફેમ શિલ્પા શિંદે અને અસાવરી જોશી પણ ચૂંટણી લડવા માટે ઈચ્છુક હોવાનું ચર્ચાતું હતું.

બીજેપીએ પોતાના આ મજબૂત ગઢ માટે હાલના સાંસદ ગોપાલ શેટ્ટીને ફરી એક વાર ઉમેદવાર બનાવ્યા છે. જો વાત કરીએ રાજકીય સમીકરણની તો મુંબઈ ઉત્તર સીટ પર કોંગ્રેસને જીત અપાવવા ઉર્મિલા માટે એટલું સરળ નહીં રહે.

આ સીટ પર ગુજરાતી-મરાઠી વોટોનું સમીકરણ લગભગ સમાન છે. બંને મળી કુલ વોટોનો લગભગ 60 ટકા હશે. 40 ટકામાં મોટો હિસ્સો ઉત્તર ભારતીય અને મુસ્લિમ વોટોનો છે.

 51 ,  3