રશિયાના S-400 મિસાઇલની ખરીદીથી અમેરિકા ખફા, નિયત્રંણો આવી શકે ?

મિસાઇલની ઘાતક ક્ષમતાથી અમેરિકા પણ ડરે છે – ભારતે ખરીદી : સંબંધોમાં ખટાશ ?

ભારત અને રશિયા વચ્ચે S-400 ડીલને લઇ અમેરિકા ભારત પ્રત્યે નારાજગી વ્યક્ત કરી શકે છે. ભારત આ સિસ્ટમ માટે 40,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ દેશની સૌથી મોડી ડિફેન્સ ડીલ પૈકીની એક છે. ડીલ દરમિયાન અમેરિકાએ વિરોધ પણ જતાવ્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ધમકી પણ આપી હતી. અને સંબંધો પર ગંભીર અસર પડશે તેવું જણાવ્યું હતું. જો કે હવે જો બિડન સત્તા સંભાળે તે પહેેલા ભારત અને રશિયાની આ ડીલ ભારત માટે મુશ્કેલી લાવી શકે છે. ભારત પર અમેરિકા અનેક રીતના પ્રતિબંધ લગાવી શકે છે.

એક રીપોર્ટ મુજબ, અમેરિકા કોંગ્રેસના રિપોર્ટમાં આને લઈને ચેતવવામાં આવ્યા છે. અમેરિકન કોંગ્રેસની સ્વતંત્ર રિસર્ચ વિંગ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ)એ પોતાની કોંગ્રેસને આપવામાં આવેલા રિપોર્ટમાં કહ્યું છે કે, ભારત ટેકનોલોજી શેરિંગ અને સહ-ઉત્પાદનની પહેલને લઈને ખુબ જ ઉત્સાહ છે.

જોકે, અમેરિકાની માંગ છે કે, ભારત પોતાની સંરક્ષણ નીતિમાં વધારે પરિવર્તન લાવે અને રક્ષા ક્ષેત્રમાં વધારે વિદેશી રોકાણ લાવે. કોંગ્રેસ સભ્યો માટે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં તે સૂચિત કરવામાં આવ્યું છે કે, “ભારત અરબો ડોલરની રશિયા દ્વારા નિર્મિત એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી રહ્યું છે, જેનાથી અમેરિકાના શત્રુ વિરોધી પ્રતિબંધ કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે.

જોકે, સીઆરએસના રિપોર્ટને આધિકારીક રિપોર્ટ માનવામાં આવતી નથી અને ના તે અમેરિકન કોંગ્રેસના સભ્યોના મંતવ્યો દર્શાવે છે. આને સ્વતંત્ર વિશેષજ્ઞ બનાવે છે, જેથી કાનૂન નિર્માતાઓને નિર્ણયોથી અવગત કરાવી શકાય.

ઓક્ટોબર 2018માં ભારત રશિયા સાથે પાંચ એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવાનો પાંચ અરબ ડોલરનો સોદો કરવામાં આવ્યો હતો. જોકે, આનાથી પહેલા જ ટ્રમ્પ સરકારે ચેતવણી આપી દીધી હતી કે, જો આ સોદો થશે તો પછી ભારત અમેરિકન પ્રતિબંધો માટે તૈયાર રહે. 2019માં ભારતે મિસાઈલ સિસ્ટમ માટે 80 કરોડ ડોલરની પ્રથમ ચૂકવણી કરી હતી.

એસ -400 ને રશિયાની સૌથી આધુનિક “ગ્રાઉન્ડ-ટૂ-એર” લાંબા અંતરની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી માનવામાં આવે છે.

જણાવી દઇએ, ભારતના પોતાના લડાકુ વિમાનોની સંખ્યા ઘટી રહી છે. આ સંજોગોમાં દુશ્મન દેશના મિસાઈલ કે વિમાનોને હવામાં તોડી પાડવા માટે ભારત પાસે આ પ્રકારનુ સંરક્ષણ કવચ હોવુ જરૂરી છે.

S-400 મિસાઈલ સિસ્ટમ 400 કિલોમીટર સુધીના અંતરમાં વાર કરવા માટે સક્ષમ છે. મહત્વની વાત એ છે કે ચીન પાસે પણ આ જ સિસ્ટમ છે. જે રશિયા પાસેથી જ તેણે ખરીદી છે. S-400 મિસાઈલ સિસ્ટમ અગાઉની S-300 સિસ્ટમનુ અપગ્રેડ કરાયેલુ વર્ઝન છે.

રશિયાનો દાવો છે કે પ્રતિ સેકન્ડ 4800 મીટરની ઝડપથી આવી રહેલા કોઈ પણ ટાર્ગેટને આ સિસ્ટમ દ્વારા નષ્ટ કરી શકાય છે. અમેરિકાના અત્યાધુનિક F-35 વિમાનોને પણ આ સિસ્ટમ આસાનીથી ટાર્ગેટ કરી શકે છે.

S-400 રોડ મોબાઈલ છે. એક વખત સૂચના મળે તો 5 થી 10 મિનિટમાં તેની તૈનાતી થઈ શકે છે. S-400 360 ડિગ્રીના દાયરામાં કોઈ પણ ટાર્ગેટને સ્કેન કરીને તેને નિશાન બનાવી શકે છે.

જો કે આ ડીલ દરમિયાન ડોનાલ્ડ્ર ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો આ ડીલ સફળ થશે તો અમેરિકા વિવિધ મુદ્દાઓ પર ભારત પર પ્રતિબંધ લાવશે. ટ્રમ્પ સરકાર ભારતને રશિયા સાથે S-400 મિસાઈલ સિક્યોરિટી સિસ્ટમનો સોદો કરતા અટકાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે, લોન્ગ ટર્મમાં આ નિર્ણય ભારતના હિતમાં નહિં હોય. આનાથી ભારતની સાથે તેની વ્યુહાત્મક ભાગીદારી પર અસર પડશે.

 222 ,  1