કોરોના માટે રસી બાદ હવે ઓરલ ડ્રગ, બનશે વડોદરામાં : USની મંજૂરી

વડોદરાની રાઇઝન ફાર્મા કોરોનાની દવા લાવવાની તૈયારીમાં, ટ્રાયલને મંજૂરી મળી

ગુજરાતની વધુ એક કંપની માર્કેટમાં કોરોનોની દવા લાવવાની તૈયારીમાં છે. વડોદરાની એલેમ્બિક ગ્રુપની રાઇઝન કંપનીને કોરોનાની ઓરલ ડ્રગનાં ટ્રાયલની મંજૂરી મળી છે. યુએસ FDAની દેખરેખ હેઠળ અમેરિકામાં તેનું હ્યુમન ટ્રાયલ થશે. વડોદરામાં જ એલેમ્બિક કંપનીમાં દવા બનાવાશે. પહેલા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ સફળ થશે તો કોરોનાની દવા પણ માર્કેટમાં આવી જશે. 

વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સની એસોસિયેટ કંપની રાઇઝન ફાર્માસ્યુટિકલને અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા હ્યુમન ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. આ ઓરલ દવાની ટ્રાયલ અમેરિકામાં થશે. એલેમ્બિક કંપનીની આ એસોસિયેટ કંપની સ્વંયસેવકો પર ટ્રાયલ કરશે.

કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ નવી ડ્રગ પહેલાની US FDA પહેલાની ચર્ચા-વિચારણા દરમિયાન પણ FDAએ હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા. પ્રી-ક્લિનિક અભ્યાસોમાં એ સલામત અને આડઅસર વિનાની હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ટ્રાયલ માટે બનાવવામાં આવેલી ડ્રગ વડોદરાની એલેમ્બિક કંપનીમાં જ તૈયાર થઈ છે. જોકે, કંપની આ ડ્રગ માર્કેટમાં જલ્દી જ લાવે તેવી શક્યતા છે. રાઈઝેનના ડ્રગની ટ્રાયલ ડિસેમ્બરમાં જ શરૂ થઈ જશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ એક ઓરલ એન્ટી વાયરલ ડ્રગ છે. જેનું ક્લિનિકલ ટ્રાયલ અમેરિકામાં શરૂ થશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ પૂણેના સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા, હૈદરાબાદના ભારત બાયોટેક અને અમદાવાદની કેડિલા હેલ્થકેરમાં બની રહેલી વેક્સીનનો અંદાજ મેળવવા ત્રણેય શહેરોની મુલાકાત લીધી હતી. 

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર