અમેરિકાની હિંસામાં ચાર લોકોના મોત, વડાપ્રધાન મોદીએ ઘટનાની કરી નિંદા

ટ્રમ્પ સમર્થકોએ સંસદમાં ઘૂસીને કર્યો હંગામો, ગોળીબારમાં મહિલાનું મોત

અમેરિકામાં આ ભૂતપૂર્વ દ્રશ્યો સર્જાયા છે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં હારેલા ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા છોડવાનો ઇનકાર કરતાં આજે સંસદમાં તેમના ટેકેદારો ઘૂસી ગયા હતા. અમેરિકાના સંસદમાં ગોળીબારની ઘટના બની છે જેમાં એક મહિલાનું મૃત્યુ પણ થયું છે. વોશિંગ્ટન ડી.સી.માં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. ફેસબુક અને ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમેરિકાના ઇતિહાસમાં આ દ્રશ્યો કદાચ પહેલીવાર સમગ્ર દુનિયાને જોવા મળી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પણ અમેરિકામાં થયેલી હિંસાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમેરિકાની આ હિંસાને વખોડી કાઢીને સત્તાની સોંપણી ખૂબ સારી રીતે થાય તેવી લાગણી અને અપીલ વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને પોતાની આ લાગણી વ્યક્ત કરી હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ સંસદમાં બનેલી હિંસાની ઘટનાને યાદ કરાવીને વખોડી કાઢી હતી. ચુંટણીમાં જીતેલા નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બિડનના આ કૃત્યને રાજદ્રોહ સમાન ગણાવ્યા હતા

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પરિણામોને લઈ રાજકીય ખેંચતાણ ચાલુ છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે અને દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પ સમર્થકોની ભીડે યૂએસ કેપિટલ હિલ બિલ્ડિંગની બહાર હોબાળો કર્યો. અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બાઇડને યૂએસ કેપિટલ હિલમાં ટ્રમ્પ સમર્થકોના તોફાનોને રાજદ્રોહ કરાર કર્યો છે.

રોઇટર્સના રિપોર્ટ મુજબ, યૂએસ કેપિટલ હિલમાં થયેલી હિંસામાં એક મહિલાનું ગોળી વાગવાથી મોત થવાના અહેવાલ છે. પ્રદર્શનકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પરિસરને બંધ કરી દેવામાં આવ્યું છે. કેપિટલની અંદર એવી ઘોષણા કરવામાં આવી કે સુરક્ષાના ખતરાના કારણે કોઈ વ્યક્તિ કેપિટલ હિલ પરિસરથી બહાર કે અંદર નહીં જઈ શકે.

અમેરિકામાં હંગામો થયા બાદ હવે વોશિંગ્ટનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તે જ સમયે, ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક ટ્વિટ ડિલીટ કરી દીધા છે અને તેનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કર્યું છે. આ દરમિયાન આજે ટ્રમ્પને હટાવવાની પ્રક્રિયા આજે શરૂ થશે.

ટ્રમ્પે હિંસા પર ઉતરેલા સમર્થકોને શાંતિની અપીલ પણ કરી હતી. તેમણે ટ્વિટમાં કરીને કહ્યું કે, “હું અમેરિકની કેપિટલમાં દરેકને શાંતિપૂર્ણ રહેવા અપીલ કરું છું. હિંસા ન થવી જોઈએ! યાદ રાખો, અમે કાયદો અને વ્યવસ્થા જાળવનાર પક્ષ છીએ. કાયદા અને મહાન પુરુષો અને મહિલાઓનો આદર કરો. આભાર! “

3 નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી થઈ. બાઈડનને 306 અને ટ્રમ્પને 232 વોટ મળ્યા. બધું સ્પષ્ટ થયા પછી પણ ટ્રમ્પે હાર ન કબૂલી. તેમનો આરોપ છે કે વોટિંગ દરમિયાન અને પછી કાઉન્ટિંગમાં મોટે પાયે ગરબડ થઈ છે. અનેક રાજ્યોમાં કેસ નોંધાવ્યા. મોટા ભાગના કિસ્સામાં ટ્રમ્પના સમર્થકોની અપીલ નકારાઈ છે. બે મામલામાં સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજીઓ ફગાવી દીધી. ચૂંટણીપ્રચાર દરમિયાન અને પછી ટ્રમ્પ ઈશારામાં હિંસાની ધમકી આપતા રહ્યા છે. બુધવારે થયેલી હિંસાએ સાબિત કરી દીધું કે સુરક્ષા એજન્સીઓ ટ્રમ્પના સમર્થકોના પ્લાનને સમજવામાં નિષ્ફળ રહી.

બુધવારે ઈલેક્ટોરલ કોલેજના વોટોની ગણતરી અને બાઈડનની જીત પર મહોર લગાવવા માટે સંસદનાં બંને ગૃહો, એટલે કે સેનેટ અને HORની બેઠક શરૂ થઈ. આ દરમિયાન જ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીના સેંકડો સમર્થકો સંસદની બહાર એકત્ર થયા. નેશનલ ગાર્ડ્સ અને પોલીસ તેમને સમજાવે એ પહેલાં જ કેટલાક લોકો અંદર ઘૂસી ગયા. મોટે પાયે તોડફોડ કરવામાં આવી. હિંસા થઈ. આ દરમિયાન ગોળીબાર પણ થયો. કોણે કર્યો, કેમ કર્યો? એ સ્પષ્ટ નથી, પણ એક મહિલાનું મોત થઈ ગયું.

અમેરિકાના 300 વર્ષના ઇતિહાસમાં ચૂંટણી હારેલા રાષ્ટ્રપતિએ પોતાની હાર સ્વીકારવાની ના પડી હોય અને સમર્થકોએ અમેરિકન સંસદમાં ઘૂસીને હોબાળો કર્યો હોય તેવું ક્યારેય બન્યું નથી. દુનિયાની સૌથી જૂની લોકશાહી અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ આવ્યુ છે. કારણ કે જે સમયે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જૉ બાઇડનને રાષ્ટ્રપતિ જાહેર કરવા માટે અમેરિકી સંસદમાં સંયુક્ત સત્ર ચાલી રહ્યું હતું. તે સમયે હજારોની સંખ્યામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વોશિંગ્ટનમાં હોબાળો અને હિંસા શરૂ કરી છે. જે બાદ વોશિંગ્ટનમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

 71 ,  1