September 25, 2022
September 25, 2022

આતંકી મસૂદના મામલે ચીન વચ્ચે ના આવે, અમેરિકાની કડક ચેતવણી

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એકવાર ફરી આતંકી મસૂદ અઝર વિરુધ્ધ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટેન દ્વારા રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં આવેલ આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદનો વડો છે. ભારત પુલામામાં થયેલા આતંકી હુમલા પાછળ જૈશ-એ-મહોમ્મદનો હાથ હતો. જેમાં ભારતના 40 જવાન શહીદ થયા હતા.

આ ત્રણેય દેશ હવે ચીનને છોડીને અન્ય સભ્ય દેશો સમક્ષ પ્રસ્તાવ અંગે વાતચીત કરશે અને સમિતિ પર દબાણ વધારશે. એટલું જ નહીં અમેરિકાના વિદેશ પ્રધાને ચીનના બેવડા વલણની ઝાટકણી કાઢી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ટ્વિટ કરીને લખ્યું કે, એક બાજુ ચીન પોતાના દેશમાં મુસ્લિમોને પીડા આપી રહ્યું છે, તો બીજી તરફ તે ઇસ્લામિક આતંકી સંગઠનની સંયુક્ત રાષ્ટ્રમાં રક્ષા કરી રહ્યું છે.

આપને જણાવી દઇએ, જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી કરાયેલા આતંકી હુમલા બાદ દુનિયા દેશોએ તેનો વિરોધ કરી ભારતને સમર્થન આપ્યું હતું. ત્યારે અમેરિકા, ફ્રાંસ અને બ્રિટેને જ UNSCમાં મસૂદ અઝહર વિરુધ્ધ પ્રસ્તાવ લાવવાની પહેલ કરી હતી. પરંતુ ચીને પોતાનો વીટોનો ઉપયોગ કરી મસૂદ અઝહરને બચાવી લીધો હતો.

 94 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી