અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી : આજે ટ્રમ્પ અને બાઈડનનું ભવિષ્ય નક્કી થશે

અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીનો અંતિમ દિવસ, ટ્રમ્પ-બાઇડેન વચ્ચે કાંટાની ટક્કર

અમેરિકામાં આજે રાષ્ટ્રપતિ ચૂંટણીનો અંતિમ દિવસ છે. અત્યાર સુધી 9 કરોડથી વધુ લોકો મતદાન કરી ચુક્યા છે. ચૂંટણી પરિણામ આવવામાં કેટલો સમય લાગશે તે હજી સુધી નક્કી નથી. દુનિયાની નજર એ વાત પર છે કે શું ટ્રમ્પ ફરીથી વ્હાઈટ હાઉસમાં એન્ટ્રી લેશે કે પછી જો બાઈડનના હાથમાં અમેરિકાની સત્તા આવશે ?

ટ્રમ્પના પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર સતત કોરોના વાયરસ સંક્રમણ અને તેના કારણે ઉભા થયેલ સંકટ મામલે ટ્રમ્પ પ્રશાસન સામે સવાલો કરતા આવ્યા છે. અમેરિકામાં સવારે 6 વાગ્યે એટલે કે ભારતીય સમય અનુસાર આજે બપોરે 3.30 વાગ્યે મતદાન શરુ થશે. અને ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે 6.30 વાગ્યે પુરુ થશે.

અમેરિકાના બધા રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પુરી થતાં જ મંગળવારે રાત્રે (ભારતમાં બુધવાર) જ મતોની ગણતરી શરુ થઈ જશે. અમેરિકામાં અત્યાર સુધીમાં અંદાજે 9 કરોડથી વધુ મતદારો પોતાનુ મતદાન કરી ચુક્યા છે. મતદાનના અંતિમ દિવસ પહેલાં ટ્રમ્પ અને બાઈડને ધુઆંધાર ચૂંટણી સભાઓ કરી મતદારોનો પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો છે.

ટ્રમ્પ-બાઇડેન વચ્ચે કાંટાની ટક્કર

ચૂંટણી સર્વેક્ષણોમાં કહેવામાં આવ્યું છે કે જે મહત્વપૂર્ણ રાજ્યોમાં મતદાતા પહેલાથી મતદાન કરી ચુક્યા છે, ત્યાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન આગળ છે જ્યાં હવે મતદાન થવાનું છે ત્યાં ટ્રમ્પને મહત્વપૂર્ણ લીડ મળવા જઈ રહી છે. હવે મંગળવારે રાત્રે માહિતી મળી જશે કે અમેરિકી ચૂંટણીમાં જીત કોના હાથે લાગે છે. 

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર