US Election Live : બાઈડેન બોલ્યા – મને વિશ્વાસ છે કે અમે જીતીશું…, ટ્રમ્પએ આપ્યો જવાબ

જો બાઇડેન 264 ઇલેક્ટોરલ મત સાથે જીતની નજીક પહોંચ્યાં, ટ્રમ્પને 214 મળ્યાં

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે. હાલ તો જે તસવીર જોવા મળી રહી છે તે મુજબ ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન આગળ છે. બાઈડેને ટ્વીટ કરીને પોતાની ખુશી પણ વ્યક્ત કરી. તેમણે  લખ્યું છે કે મને વિશ્વાસ છે કે અમે જીતીશું. બાઈડેનને આ ટ્વીટ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચૂંટણી પરિણામોને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. 

સતત મળી રહેલી લીડ જોતા જો બાઈડેન પોતાની જીતને લઈને એકદમ આશ્વસ્ત થઈ ગયા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “મને વિશ્વાસ છે કે અમે વિજયી થઈશું. પરંતુ આ એકલા મારી કે અમારી જીત નહીં હોય. આ અમેરિકાના લોકો માટે, આપણા લોકતંત્ર માટે, અમેરિકાની જીત હશે.” તેમણે વધુમાં લખ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા અને એક બીજા પર વિશ્વાસ જાળવી રાખો. ભેગા મળીને આપણે જીત મેળવીને રહીશું. 

ટ્રમ્પનો પલટવાર

બાઈડેનના ટ્વીટના જવાબમાં ટ્રમ્પે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ઉપર જ સવાલ ઊભો કરી દીધો છે. તેમણે લખ્યું છે કે “અમારા વકીલોએ ‘સાર્થક પહોંચ’ માટે કહ્યું છે. પરંતુ શું આ સાચું છે? આપણી પ્રણાલીની અખંડિતતા અને રાષ્ટ્રપતિ ચૂંટણીને નુકસાન પહેલેથી જ પહોંચાડી દેવાયું છે. જેના પર ચર્ચા થવી જોઈએ.” અત્રે જણાવવાનું કે ટ્રમ્પ તરફથી બુધવારે પેન્સિલ્વેનિયા અને મિશિગન મુદ્દે કેસ દાખલ કરાયો છે. આ સાથે જ કેમ્પેઈન પર્યવેક્ષકો માટે સાર્થક પહોંચ પ્રદાન કરવા સુધી મતગણતરી રોકવાની અપીલ કરાઈ છે. મિશિગન અને પેન્સિલ્વેનિયામાં ડેમોક્રેટિક ઉમેદવાર લીડ જાળવી રહ્યા છે. 

અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીની આખી તસવીર હજુ સ્પષ્ટ થઈ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે અનેક રાજ્યોમાં કાંટાની ટક્કર ચાલી રહી છે અને અંતિમ પરિણામ કોઈના પણ પક્ષમાં જઈ શકે છે. જો કે પ્રારંભિક સ્તરે જે પણ પરિણામ સામે આવ્યા છે તેમા જો બાઈડેનને જબરદસ્ત લીડ મળી છે. સ્થાનિક મીડિયા મુજબ અત્યાર સુધી બિડેનને 264 ઈલેક્ટોરલ મત મળી ચૂક્યા છે. જ્યારે ટ્રમ્પના ખાતામાં 214 ઈલેક્ટોરલ મત ગયા છે. 

અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા માટે ઉમેદવારના પક્ષમાં 270 ઈલેક્ટોરલ મત હોવા જરૂરી છે. બાઈડેને મિશિગનમાં પણ જીત મેળવી લીધી છે. આ જીત ખુબ મહત્વની છે. કારણ કે આ રાજ્યએ વર્ષ 2016માં ટ્રમ્પની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 148 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર