અમેરિકા અને ભારત બંને દેશો વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી થોડી ખટાશ જોવા મળી રહી છે તેવામાં અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો ૨૪ જુને ભારતની યાત્રા પર આવશે. આ પહેલા તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી જયશંકર પ્રસાદના વખાણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ૧૨ જુનના રોજ ભારત-અમેરિકા વેપાર પરિષદની બેઠકમાં પોમ્પિયોએ કહ્યું હતું કે, હું જોવા માગું છું કે મોદી બંને દેશોના સંબંધ વધારે મજબુત કેવી રીતે બનાવે છે. પોતાના સમકક્ષ જયશંકરને મળવા માટે ઉત્સાહિ છું. તેઓ એક મજબુત સાથી છે. વધુમાં કહ્યું કે અમે ભારતની નવી સરકાર સાથે વાતચીત ચાલુ રાખીશું. મોદીએ તેમના ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું- ‘મોદી હૈ તો મુમકિન હૈ’. હવે જોવાનું એ છે કે, તેઓ દુનિયા સાથેના સંબંધો અને ભારતની જનતા સાથે કરેલા વાયદાઓને કેવી રીતે શક્ય બનાવે છે. આશા છે કે, તેઓ અમેરિકા સાથેના સંબંધો વધારે મજબુત કરશે.
પોમ્પિયોની પહેલી ભારત મુલાકાત 28 અને 29 જૂને જી-20 સમિટ પહેલાં થશે. આ દરમિયાન મોદી-ટ્રમ્પની મુલાકાત વિશે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારત યાત્રા દરમિયાન ટ્રમ્પ પ્રશાસનના મહત્વના એજન્ડા વિશે વાતચીત થશે.
39 , 1