US Elections LIVE : બાઇડન 209 જ્યારે ટ્રમ્પ 109 વોટથી આગળ, બહુમત માટે 270

અમેરિકાની ચૂંટમીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં બાઈડેનને 209 અને ટ્રમ્પને 109 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે. પરિણામ જોતા વ્હાઈટ હાઉસની બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ખાસ વાત એ છે કે ફ્લોરિડામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે. 100 વર્ષનો ઈતિહાસ કહે છે કે આ સ્વિંગ સ્ટેટમાં જે જીતે છે એ જ વ્હાઈટ હાઉસ સુધી પહોંચે છે. આયોવામાં બાઈડેન આગળ છે.

અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોટિંગ દરમિયાન વર્જિનિયાના પોતાના કેમ્પેન હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના સમર્થકોને કહ્યું કે અમે ફ્લોરિડા અને એરિઝોનામાં સારૂં કરી રહ્યા છીએ. ટેક્સાસમાં ખૂબ સારૂં કરી રહ્યા છીએ. મને લાગે છે કે આ રાત ઘણી શાનદાર રહેવાની છે. ટ્રમ્પ અગાઉ પણ પોતાની જીતનો દાવો કરી ચૂક્યા છે. આ સમયે ચૂંટણી માટે ફાઈનલ રાઉન્ડનું વોટિંગ ચાલી રહ્યું છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવવામાં વિલંબ થવાના અંદાજ વચ્ચે અમેરિકામાં સ્થિતિ બગડવાનો ડર સતાવી રહ્યો છે. ન્યૂયોર્કમાં અનેક અગ્રણી સ્ટોરના દરવાજાઓ સામે લાકડાઓની દિવાલ ઉભી કરવામાં આવી છે. એટલે કે સ્ટોર્સની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં આવી છે. પરિણામો બાદ અમેરિકામાં હિંસા અથવા લૂટનો ડર સર્જાયો છે. અમેરિકામાં પ્રથમ વખત ચૂંટણી સમયે આ સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે અમેરિકામાં ફાઈનલ રાઉન્ડનું મતદાન થઈ રહ્યું છે.

  • CNNની પોલિટિકલ એનાલિસ્ટ ડાના બેશના જણાવ્યા પ્રમાણે, ફ્લોરિડા અને પેન્સિલવેનિયામાં મુકાબલો કાંટાની ટક્કરનો છે. આનાથી એ પણ અનુમાન લગાવી શકાય છે કે હાલ, આખાય દેશની પણ આ તસવીર થવા જઈ રહી છે. ડેમોક્રેટ્સને લેન્ડસ્લાઈડ વિક્ટ્રીની આશા હતી. હાલ ટ્રમ્પે તેની પર પાણી ફેરવી દીધું છે.
  • સેનેટની વાત કરી લઈએ. અત્યાર સુધી 43 સીટ પર ડેમોક્રેટ જ્યારે 38 પર રિપબ્લિકન આગળ છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ડેમોક્રેટ 53 અને રિપબ્લિકન 79 સીટ પર આગળ છે.
  • ન્યુયોર્ક ટાઈમ્સના અનુસાર, એક રોચક આંકડો સામે આવી રહ્યો છે. 2016માં જે લોકોએ વોટ નહોતા આપ્યા કે જેમણે ગત ચૂંટણીમાં થર્ડ પાર્ટીને વોટ આપ્યા હતા. આ બંનેએ આ વખતે બાઈડેનને વોટ આપ્યા છે.
  • ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર મિચ મેકડોનેલે પાર્ટી નેતાઓને કહ્યું – જો અમે જીતીએ છીએ તો તેને વિશાળ હૃદય અને વિનમ્રતાથી સ્વીકારો. જો આપ ખોટી વાતો કહો છો, વંશવાદી વાતો કરો છો તો દેશમાં હિંસા ભડકી શકે છે.
  • વ્હાઈટ હાઉસની પાસે ડ્રાઈવ પર પ્રતિબંધ. યુએસ ટુડેના પ્રમાણે, વ્હાઈટ હાઉસની નજીક નેશનલ ગાર્ડ્સ તહેનાત કરાયા.
  • ન્યૂયોર્ક ટાઈમ્સના પ્રમાણે, છેલ્લા અડધા કલાકમાં ટ્રમ્પે 6 ઈલેક્ટોરલ સીટ્સ પર કબજો કર્યો છે.

 111 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર