અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. બુધવારે પહેલાં તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. જે સમયે માઇક પોમ્પિયોએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી ત્યારે તેમની સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ ઉપસ્થિત હતા.
જયશંકર સાથે મુલાકાત દરમિયાન ભારત અને અમેરકા વચ્ચે અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે. આ મુલાકાત પર બધાની નજર છે. આ બેઠકમાં જી-20માં થનારી ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેની મુલાકાતનો એજન્ડા પણ નક્કી થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
પોમ્પિયો અમેરિકાની સાથે વ્યાપારિક તણાવની વચ્ચે સહયોગ, ભાગીદારી અને સદભાવનાનો સંદેશ લઈને ભારત પહોંચ્યા છે. તેઓ બુધવારે મુલાકાત દરમિયાન ઈરાનથી તેલ આયાત, ભારત-રશિયા વચ્ચે એસ-400 સમજૂતી, વેપાર, પાકિસ્તાન તરફથી આતંકવાદને આપવામાં આવતા પ્રોત્સાહન અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ટ્રમ્પની મહાત્વાકાંક્ષી યોજના સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
શુ ઈચ્છે છે અમેરિકા…
- ઈરાન પાસેથી ભારત ક્રુડ ઓઈલ ન ખરીદે.
- રશિયા પાસેથી ભારત એસ-400નો કરાર રદ્દ કરીને અમેરિકી વિમાન ખરીદે.
- બારતમાં હુવેઈ પર પ્રતિબંધ લાગે.
- સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવતી કંપનીઓ પર ભારતમાં લાઈસન્સ લેવા માટે દબાણ ન થાય.
- અમેરિકા પ્રોડક્ટ્સ પર ટેક્સના દરોમાં ભારે છૂટ મળે.
ભારત શું ઈચ્છે છે…
- એચ-1 બી વિઝા મામલે ભારતની જરૂરિયાતોને પૂરી કરવામાં આવે.
- ટ્રેડ વોર વચ્ચે ભારતને મળેલી તમામ છૂટને પાછી ખેંચવામાં ન આવે.
- પાકિસ્તાન પર અમેરિકા કડકાઈ વર્તે.
- ધાર્મિક સ્વતંત્રતા પર જે રીતે એકતરફી રિપોર્ટ રજુ થયો તેનાથી બચવામાં આવે.
- મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં અમેરિકા પોતાનું રોકાણ વધારે.
48 , 1