ઇનબોક્સને ક્લીન અને સુરક્ષિત રાખવા માટે Gmailની આ ટ્રીક્સનો કરો ઉપયોગ

મેલબોક્સ ક્લીન અને સિક્યોર રાખવું ખુબ જ જરૂરી

ભારત સહિત વિશ્વમાં આજનો યુગ ઈન્ટેનનેટનો યુગ છે. ઈન્ટરનેટ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. ઈન્ટનેટ વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કોઈપણ વસ્તુ અથવા કોઈપણ પ્રકારની માહિતી પળભરમાં લાવવાની તાકાત ઇન્ટરનેટમાં છે.

દરરોજ આપણા મોબાઈલ અને ઈમેઈલ પર ઘણા પ્રકારની જાહેરાતો આવતી રહે છે. તેથી આપણું મેલબોક્સ ક્લીન અને સિક્યોર રાખવું ખુબ જ જરૂરી છે. ઘણીવાર તેને ફિલ્ટર કરવાની પ્રક્રિયા ખુબ જ જટીલ બની જાય છે. પરંતુ નીચે આપેલી સરળ રીત તમને તમારું મેલબોક્સ ક્લીન અને સિક્યોર રાખવામાં ઘણી મદદ કરી શકે છે.

2FA અથવા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન તમારે માટે ઘણું મદદરૂપ થઇ શકે છે, જેમાં OTPનું વધારાનું લેયર ઉમેરીને તમારી ઈમેઇલ સુરક્ષાને મોટા પ્રમાણમાં વધારે છે, એટલું જ નહીં પરંતુ કોઈ બીજુ ડિવાઈસ જોડાય તો તેના વિશે તમને માહિતી પણ આપે છે. જો તમારો મેલ હેક થયો હોય તો તેની ખાતરી કરવા માટે અહીં ચેક કરો. Https://haveibeenpwned.com/ નો ઉપયોગ કરીને તમારા ઈમેઈલ સાથે ચેડા થયા છે કે કેમ તે તપાસો અને જો તમારા ઇમેલ સાથે કંઈક આવું થયું હોય તો, તરત જ તમારો પાસવર્ડ બદલો. 2FA ચાલુ કરવા માટે, આ લિંકપર ક્લિક કરોhttps://myaccount.google.com/signinoptions/two-step-verification/enroll-welcome

જો તમે બધા ઇમેલ કાઢી પણ નાખો તો પણ સ્પામ મેલ ખુબ જ ઝડપથી થોડા જ દિવસમાં ભરાઈ જાય છે. તેનો એક માત્ર ઉપાય છે કે જયારે પણ તમે કોઈ નકામા ઇમેલ જુઓ તો તેને અનસબ્સ્ક્રાઇબ કરી દો. ફક્ત અનસબ્સ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, જે સૌથી ઉપર અથવા તમારા ઇમેલના નીચે ભાગમાં હોઈ શકે છે.

ફિલ્ટરનો ઉપયોગ કરો

ફિલ્ટર્સનો ઉપયોગ કરીને, તમે તમારા ઇનબોક્સમાંથી ઇમેલ ને કેટલાક ફોલ્ડર અથવા ટ્રેશમાં ટ્રાન્સફર શકો છો. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યુઝર્સે ડેસ્કટોપ પર Gmail પર જવું જરૂરી છે, પછી સર્ચ બોક્સના જમણા બાજુ આવેલા સ્લાઇડર્સ આઇકોન પર ક્લિક કરો. ત્યારબાદ તમારે તેની માહિતી દાખલ કરવાની રહેશે અને “Create Filter” બટન પર ક્લિક કરો. ત્યારપછી તમારે તે મેલ સાથે શુ કરવું છે તેના વિશેનો વિકલ્પ પસંદ કરો અને તમારું કામ થઇ જશે.

મોકલેલ મેસેજને ફરી લાવો

મોકલેલા મેસેજને ફરી લાવવા માટે તમારે ઉપરની જમણી બાજુના ગિયર આયકન પર ક્લિક કરીને, તમારા Gmail સેટિંગ્સમાં જવાની જરૂર છે. General tabમાં “Undo Send” માટે સેટિંગ શોધો અને તમને ગમતો સમય સેટ કરો. Gmail મોકલેલા ઇમેલને ફરી લાવવા માટે 30 સેકન્ડ સુધીની સમયમર્યાદા આપે છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી