વરસાદની ઋતુમાં ગળાના ઇન્ફેકશનથી બચવાના સરળ ઉપાય

હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં દરેક વ્યક્તિને શરદી-તાવ, ઇન્ફેકશન જેવી નાનીમોટી તકલીફ થતી હોય છે. આપણા ધર્મમાં તુલસીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. તેની સાથે ઘણીબધી ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. ફક્ત તે જ નહી પણ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો દુર કરવામાં પણ તુલસી અગત્યનો ભાગ ભજવે છે.

વરસાદની સિઝનમાં તુલસીના પ્રયોગથી શરદી, ઉઘરસ અને ગળા સાથે જાડાયેલી સમસ્યાથી પણ રાહત મળે છે. તુલસી આપણી કુદરતી રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. શરીરમાં જોરદાર દુખાવો રહે અને તાવ હોય અને તુલસી અને ફુદીનાને મિક્સ કરીને રસ બનાવીને તેમાં થોડાક પ્રમાણમાં ગોળ નાંખીને પી લેવામાં આવે તો રાહત મળે છે.

શરદી અને ઉઘરસ થવાની સ્થિતીમાં તેમજ ખાંસી હોય તો આદુ અને તુલસીની ગરમ ચા પીવાથી રાહત મળે છે. તુલસીના પત્તાને પીસીને તેના દ્‌વ્યને ચહેરા પર લગાવવામાં આવે તો પડછાયા દુર થાય છે. ચહેરા પર તાજગી આવે છે. દાંતમાં જન્તુ હોવાની સ્થિતીમાં તુલસીના રસમાં થોડાક પ્રમાણમાં કપુર મિક્સ કરીને તેને દુખાવાની જગ્યાએ મુકવાથી જન્તુ અને કિડા મરી જાય છે. આમ, સંપૂર્ણ શરીરને નિરોગી રાખવામાં તુલસી ઉપયોગી છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી