ઉત્તર પ્રદેશ: હાપુડમાં થયુ ભીષણ માર્ગ અકસ્માત, 9 લોકોના મોત

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 9 લોકોનું સ્થળ પર જ મોત નિપજ્યુ છે. દૂર્ધટના સાદિકપુર ગામના હાફિઝપુર સ્ટેશન વિસ્તારની છે. અહીં એક પૂરપાટ ઝડપે અજાણ્યા વાહને મહિન્દ્રા પિકઅપ વાનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર લાગવાથી પીકઅપ વાનમાં સવાર લોકો રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા.

ઇજાગ્રસ્તોની બૂમો સાંભળી આસપાસના લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા. દુર્ઘટનામાં મોતને ભેટનાર સૌથી વધુ બાળકો છે. સાથે જ 15થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. જેમાં લગભગ 9 લોકો મેરઠ ખસેડવામાં આવ્યા છે.

મોડી રાતથી બચાવ કાર્યમાં વિલંબ થવાથી મોતનો આંકડો વધી ગયો છે. જો કે, અધિકારી જ્યાં સુધી સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધી ગ્રામીણોએ રેસ્ક્યૂ કરી ઘાયલ તેમજ મૃતકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી