ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલ બે દિવસની ગુજરાત મુલાકાતે!

CM ભુપેન્દ્ર પટેલ સાથે થઇ શકે છે ઔપચારિક મુલાકાત

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલ શનિવારથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. જો કે તે સામાજિક કામ માટે ગુજરાત આવ્યા હોવાની માહિતી સામે આવી છે. તેમજ રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ તેમની ઔપચારિક મુલાકાત કરી આશીર્વાદ મેળવી શકે છે.

ઉલ્લેખનીય છે કે   ગુજરાતના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ આનંદીબેન જૂથના માનવામાં આવે છે.  વર્ષ 2017માં ભુપેન્દ્ર પટેલની ધારાસભ્ય તરીકે ટિકિટ આપવાનો હટાગ્રહ પણ આનંદીબેનનો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેને રાજીનામુ આપ્યું, ત્યારે તેઓ ઘાટલોડિયાના ધારાસભ્ય હતા. જો કે મુખ્યપ્રધાનતરીકે પદ પરથી ઉતર્યા બાદ ફરી ક્યારેય ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો હતો, જેની જાણ પણ એમને મોવડી મંડળને કરી હતી.

જો કે વર્ષ 2017ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં આનંદીબેન પટેલ સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા હતા, ત્યારે ભુપેન્દ્ર પટેલના નામનો ભાજપના સિનિયર નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ નામ જ ઘાટલોડિયામાં ભાજપનો ઉમેદવાર બનશે એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો અને અંતે મોડી રાતે અમદાવાદમાં ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલના નામ પર મહોર મારવામાં આવી હતી.

ગુજરાતમાં ભાજપ ભલે જૂથવાદ ના હોય એવી વાત કરે, પરંતુ આનંદીબેન તથા અમિત શાહ વચ્ચે નો ખટરાગ જગજાહેર હતો. આનંદીબેન જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું, ત્યારે પણ એમણે નીતિન પટેલ મુખ્યપ્રધાન બને એ માટે આગ્રહ રાખ્યો હતો અને આ નિર્ણય પર સંમતિ પણ સધાઈ ગઈ હતી. જો કે અંતિમ ઘડીએ નિર્ણય બદલાયો અને મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીની પસંદગી કરવામાં આવી.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી