ઉત્તરપ્રદેશ : ઝૂપડપટ્ટીમાં ઘૂસી ગયો તેજ રફતાર ટ્રક, 6 લોકોના કરૂણ મોત

તહેવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં આજે ધનતેરસના દિવસે એક ભયંકર અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત થયા છે. ટ્રક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો જેના કારણે ટ્રક ઝુપડીઓમાં ઘુસી ગયો હતો. જેમા 10 લોકો ટ્રકની ઝપેટમા આવી ગયા હતા. જેથી તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવ્યા જોકે ત્યા 6 લોકોના કરૂણ મોત થયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોચી હતી. જેમણે મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જોકે આ ઘટનાને લઈને ગ્રામજનોએ મૃતદેહોને રસ્તા પર મુકી દીધા હતા અને રસ્તો જામ કરી નાખ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે ટ્રક કેવી રીતે બેકાબૂ બન્યો તેના વીશે હજુ કોઈ માહિતી સામે નથી આવી શકી.

ગાઝીપુર જિલ્લામાં આવેલ મુહમ્મદાબાદના અહિરૌલી ગામંમાં આ બનાવ બન્યો છે. જેમા સવારના 7 વાગ્યે એક બેકાબુ ટ્રક ઝુપડીઓમાં ઘુસી ગયો હતો. હજું પણ અમુક લોકોની હાલ ગંભીર છે અને તેઔઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસને આ સમગ્ર મામલે જાણકારી મળ્યા બાદ તેમણએ મૃતકોના સંબંધીઓને પણ જાણ કરી હતી.

ઉલ્લખેનીય છે કે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. લોકોએ મૃતકોના મૃતદેહને રસ્તા પર મુકીને ટ્રાફીક જામ કર્યો હતો સાથેજ સમગ્ર મામલે ગ્રામજનોએ વળતરની પણ માગ કરી હતી. પોલીસ હવે આ સમગ્ર મામલે પરિસ્થિતી સામાન્ય થાય તેના પ્રયાસ કરી રહી છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી