ઉત્તરપ્રદેશ નવું જમ્મુ કાશ્મીર : પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા

લખીમપુર હિંસા : પ્રિયંકા બાદ અખિલેશ યાદવની અટકાયત

લખીમપુરમાં થયેલી હિંસા બાદ સમગ્ર યુપી આ સમયે રાજકીય અખાડો બની ગઇ છે. વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. લખીમપુર ખેરી જતા પ્રિયંકા ગાંધીને સવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અન્ય વિપક્ષી નેતાઓએ પણ ત્યાં આવવાની મનાઇ કરી દીધી છે. અનેક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યાં છે. અખિલેશ યાદવની પણ અટકાયત કરી છે .આ મામલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબદુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું છે. ઉત્તરપ્રદેશ નવું જમ્મુ કાશ્મીર છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે લખીમપુરમાં બે મંત્રીઓની મુલાકાતને લઈને ફાટી નીકળેલી હિંસામાં આઠ લોકો માર્યા ગયા હતા. તેમાંથી ચાર ખેડૂતો છે. આ કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ બધા વચ્ચે લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાઈ ગયું છે અને અલગ અલગ પાર્ટીઓના નેતા લખીમપુર ખીરી આવવાની કોશિશમાં છે. યુપી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે. જ્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમની ધરપકડ થઈ છે.

પ્રિયંકા ગાંધી કાલે રાતે લખનઉથી લખીમપુર ખીરી માટે રવાના થયા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાનો કાફલો પોલીસને ચકમો આપીને લખીમપુર ખીરી માટે નીકળ્યો હતો. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની સીતાપુરના હરગાંવથી અટકાયત કરી અને તેમને પોલીસ લાઈન લઈ જવાયા. આ સાથે જ કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડાની પણ અટકાયત કરાઈ છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી